गुजरात
સુરત : રત્નકલાકારે તાપીમાં કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો, માછીમારોએ જિંદગી બચાવી
સુરત : સુરતના નાનાવરાછા અને મોટા વરાછા જોડતા સવજી કોરાટ બ્રિજ જાણે સુરતના લોકો માટે આપઘાત મોટું કેન્દ્ર બન્યું છે ત્યારે રત્નકલાકાર તરીકે કામ કરતા એક યુવાને ગઈકાલે આપઘાત કરવાના ઇરાદાથી તાપી નદીમાં મોતનીછલાંગ મારી હતી. જોકે સ્થનિક માછીમારી કરતા લોકોએ યુવાને બચાવી સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આમ માછીમારોની સક્રિયતા અને માનવતાના કારણે એક હતાશ વ્યક્તિની જિંદગી બચાવવામાં સફળતા મળી હતી.
સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે જેમાં પણ તાપી નદીમાં આપઘાત માટે કોઈને કોઈ બ્રિજ પરથી સુરતના હતાશ લોકો આપઘાત માટે છલાંગ મારતા હોય છે, ત્યારે ગતરોજ સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી ગતરોજ બપોરે એક યુવકે તાપી નદીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ તાત્કાલિક તાપીમાં ઝંપલાવી યુવકને બચાવી લીધો હતો.