गुजरात

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસ્યો વરસાદ, પાંચ દિવસ રહેશે વરસાદી વાતાવરણ

અમદાવાદ: શહેરમાં સોમવારની મોડીરાતથી જ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદના અનેક વિસ્તારો જેમકે સજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલમાં વીજળીના ભયંકર અવાજ સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

નોંધનીય છે કે, અમદાવાદમાં સોમવારે અસહ્ય ઉકળાટ સાથે ગાજવીજ સાથે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ઓઢવ અને વિરાટનગરમાં સોમવારે સાંજ સુધીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

શહેરમાં મોસમનો કુલ 32.62 ઇંચ વરસાદ

શહેરમાં સોમવાર સુધીમા સરેરાશ 16.04 મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યાર સુધીમાં 23.62 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પાંચ દિવસ શહેરમાં વરસાદ વરસશે.

Related Articles

Back to top button