गुजरात

*ઐતીહાસીક અંજાર શહેર રેફરલ હોસ્પીટલ મધ્યે દરીદ્રનારાયણ ની સેવા મા 8 મુ પાણી નું પરબ લોકાર્પણ*

અંજાર કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

અંજાર શહેર મધ્યે કાળઝાળ ગરમી વરચે ” માનવ સેવા એજ પ્રભુ સેવા ” ના શીર્ષક હેઠળ રેફરલ હોસ્પિટલ મધ્યે પધારતા દરીદ્રનારાયણ ની સેવા મા આજ રોજ ડો.અંજારીયા, ડો. તૃપ્તીબેન ધાનાણી ,પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા તેમજ સેવા ના ભેખધારી મહેશભાઈ બાંભણીયા તેમજ હરિ ભગત ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકો ની સેવાર્થે ખુલ્લો મુકવામા આવેલ છે. धर्म किये धन ना घटे, नदी न घट्ट नीर, अपनी आखों देखिले, यों कथि कहहिं कबीर।સતત ચાર મહિના સુધી લોકો ની સેવા માં પ્રથમ  પાણી ના પરબ થી કરેલ શરૂઆત આજે 8 માં પાણી ના પરબ સુધી વણથંભી યાત્રા આગળ વધી રહી છે.  હાલે અંજાર મધ્યે સવાસર નાકા,મુખ્ય બજાર,12 મીટર રોડ,દેવળીયા નાકા,મામલતદાર ઓફીસ પાસે,દબડા ઓકટ્રોય ચોકી પાસે તેમજ આજ રોજ રેફરલ હોસ્પીટલ મધ્યે દાતાઓ ના આર્થિક સહયોગ થી લોકો ની સેવા મા લોકાર્પણ કરવામા આવેલ છે. તેમજ જ્યા પણ જરૂરીયાત જણાશે ત્યા  ” માનવ સેવા એજ પ્રભુ સેવા ” ના શીર્ષક હેઠળ યાત્રા વણથંભી રહેશે તેવું અખબારી યાદી દ્વારા પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા એ જણાવેલ છે.

Related Articles

Back to top button