આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદ ચીફ ઓફિસર 13.14,લાખના ખર્ચે બનેલ ગટરના સવાલ જવાબ ન અપાતા આમોદ ચીફ ઓફિસર પ્રજાપતિ સાહેબે આમોદ ના પત્રકાર જાવેદ મલેક ને પટાવળા ને બોલાવી ઓફિસમાં થી બહાર કાઢી મુકવાનું કહ્યું.
આજ થી 3 એક દિવસ અગાવ આમોદ ચીફ ઓફિસર ને આમોદ પત્રકાર પ્રમુખ જાવેદ મલેકે R&B દ્વારા મડેલ નોટિસ અને નગરપાલિકા એ બનાવેલ ગટરના કેટલાક સવાલો માટે ટેલિફોનિક ચર્ચા કરી હતી તે સંદર્ભે આમોદ ચીફ ઓફિસરે પત્રકાર ને આજે મારે મિટિંગ માં જવાનું છે અને પાલિકાના એન્જીનીયર પાસે થી ઘણી બધી માહિતી લય તમને જવાબ આપું તમે બે ત્રણ દિવસ કે અઠવાડિયા પછી આવજો તે દરમિયાન આજે સવારે 11,15 કલાક ની આસપાસ પત્રકાર એક RTI ની માહિતી માટે નગરપાલિકા ગયાં હતાં. ત્યાં તેમણે ચીફ ઓફિસર સાહેબ ને ઓફીસ મા ફ્રી બેસેલ જોતા પત્રકારે ઓફીસ મા જય આગણ થયેલ ચર્ચા ના ઈન્ટરવ્યું ની વાત કરતા પત્રકાર ને સાફ શબ્દો મા ઈન્ટરવ્યું આપવાનું ના કેહતા પટવાણા ને બોલાવી પત્રકાર ને ઓફીસ માં થી બહાર કાઢી મુકવાનું કહ્યું હતું.
સમગ્ર વાતની હકીકત આવી હતી કે આમોદ નગરપાલિકા દ્વારા R&B હાઇવે રોડ પરમિશન વગર સર્વિસ તોડી અંદાજિત 14 લાખ 80 હજાર રૂપિયા ના ખર્ચે બનેલ ગટરના કામમાં નોટિસ મોકલવામાં આવી હતી, અને તેની કામગીરી આમોદ નગરપાલિકા ન કરતાં પત્રકારે આમોદ ચીફ ઓફિસર ને આ કામગીરી અને નગરપાલિકા દ્વારા ખોદાયેલ મસમોટા ખાડા ઓ થી વાહનચાલકો ને થતી ગંભીર સમસ્યાઓ અને અવાર નવાર વાહનચાલકો ની ગાડીઓ તે જ ખોદેલી ગટરમાં ફસાય જતાં આમોદ ચીફ ઓફિસર ને આ બાબતના સવાલ જવાબ પુછવા જતાં પત્રકાર ને આ બાબતના જવાબ ન આપતા પટાવાણા ને બોલાવી પત્રકાર જાવેદ મલેક ને ઓફીસ માં થી બહાર કાઢવાનું કહ્યુ હતું..