गुजरात

જૂનાગઢ યુનિક હોસ્પીટલ ના ડોક્ટરને ફોન પર ધમકી આપી રૂપિયા ૫૦ લાખની ખંડણી માગનાર શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો

Anil Makwana

જૂનાગઢ

રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ

જૂનાગઢના એક ડોક્ટરને ફોન ઉપર ધમકી આપી અને રૂપિયા ૫૦ લાખની માંગણી કરનાર રૂપાવટી ગામ ના શખ્સને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના એક તબીબને એક શખ્સે જીવતા રહેવું હોય તો પચાસ લાખ આપવા પડશે કહી. ખંડણી ની માગણી કરી ધમકી આપી હતી ડોક્ટરે આ અંગેની ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જૂનાગઢની યુનિક હોસ્પિટલના ડોક્ટર ધીરજલાલ ભોરણીયા અજાણ્યા શખ્સે ફોન પર ધમકી આપી જીવતા રહેવું હોય તો પચાસ લાખ આપવા પડશે. આથી ડોક્ટરે આ અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આ વાતની જાણ આઇ. જી મનિન્દ્રસિંગ પવાર અને જૂનાગઢ એસપી રવિ તેજા વાસણ શેટ્ટી ની સૂચનાથી એલસીબી પીઆઇ આર કે ગોહિલ અને પી.એસ.આઇ બળવા અને પોલીસ સ્ટાફે ફોન નંબર ઉપરથી આરોપીનું લોકેશન મેળવી વિસાવદરના રૂપાવટી ખાતેથી ઝડપી લીધો હતો. પકડાયેલ નું નામ હરેશ ઉર્ફે હરિ રાજગોર ધીરજલાલ મહેતા હોવાનું જાણવા મળ્યું છે એલસીબીએ તેને બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો જ્યાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.કે ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે

Related Articles

Back to top button