गुजरात

સુરત: દુષ્કર્મ કેસની પીડિતાએ ઝેરી દવા ગટગટાવી, BJP કાર્યકરે પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યો હતો

સુરત: ઉધનામાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભાજપના કાર્યકરે અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછો ખેંચી લેવા ધમકી મળતા તેણીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. નોકરી કરતી પીડિત સગીરાનો પીછો કરી તેણીના માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ રહી હોવાનું પીડિતાએ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું છે. હાલ આરોપી વિશાલ જેલમાં કાચા કામની સજા કાપી રહ્યો છે.

ઉધનામાં રહેતી ધો- 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની ઉધના ગાંધી કુટીરમાં રહેતા 21 વર્ષિય વિશાલ ઉર્ફ ભુષણ વિજય પાટીલ સાથે એક વર્ષ પહેલાં પરિચયમાં આવી હતી. બંને ફરવા જતા ત્યારે વિશાલે વિદ્યાર્થિનીના અશ્લીલ ફોટા તેમજ વીડિયો બનાવી બ્લેકમેલ (Surat teenager blackmailed) કરી વાંરવાર બળાત્કાર કર્યો હતો. વિદ્યાર્થિનીએ પોતાના ઘરે આ વાત કરતા પરિવારજનો વિશાલને આ મુદ્દે ઠપકો આપવા માટે ગયા હતા. આ દરમિયાન વિશાલે પરિવારના લોકો સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, પરિવારને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.

ગભરાયેલી વિદ્યાર્થિનીએ વિશાલને 20 હજાર રૂપિયા પણ આપ્યા હતા. ત્યારબાદ પણ વિશાલે હેરાનગતિ ચાલુ રાખતા વિદ્યાર્થિનીએ વિશાલ વિરુદ્ધ બળાત્કાર, બદનામી, પોક્સો અને આઈટી ઍક્ટ તથા ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ દરમિયાન વિશાલ પાટીલનો માણસ જ્ઞાન પાટીલ 15 દિવસ પહેલા વિદ્યાર્થિની જયાં કામ કરે છે ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, “કેસ પાછો લઈ લે. વિશાલને તું ઓળખતી નથી. બહાર આવીને તારા મમ્મી-પપ્પા અને ભાઈને મારી નાખશે. કેસ પતાવી દેવા તું મારી સાથે હાઇકોર્ટ ચાલ.” આ દરમિયાન વિદ્યાર્થીનીએ હું પોલીસમાં જાઉં છું કહેતા જ્ઞાન પાટીલે યુવતીને ધમકાવતા કહ્યુ હતુ કે, “પોલીસ અમારું કંઈ કરવાની નથી. પોલીસ પોલીસ શું કરે છે, લે કમલેશ પાટીલ સાથે વાત કર. આજે જેલમાં ભાઈ લોગો સાથે મિટિંગ છે.”

Related Articles

Back to top button