ગુજરાતમાં આગામી ચાર દિવસ છે ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં Red Alert
રાજકોટ : સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં મેધમહેરની સ્થિતિ મેઘકહેરમાં પરિવર્તિત થઇ છે. ત્યારે હવામાન વિભાગે 15મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. હાલ લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ઓડીશા પર સ્થિર છે પરંતુ તે ગુજરાત તરફ આવશે, જેનાથી સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
આજ ે આ શહેરોમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ખેડા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.