Barvada : વૈયા ગામમાં બનેલ મર્ડર ની ઘટનાના આરોપીને ઝડપી ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો.!
Anil Makwana
બરવાળા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
બરવાળા તાલુકાના વૈયા ગામમાં નાઈ ની દુકાનમાં વાળ કપાવવા બેઠેલા એક યુવાન પર કાતર વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાં થી સમગ્ર બોટાદ જિલ્લા માં ચકચાર મચી જવા પામ્યો હતો.! ઘટનાં પાછળ નું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ મળતી માહિતી મુજબ મૃતક સંજયભાઈ કેશુભાઈ, ઉવ 24 સાથે અંગત ખટરાગ ચાલી રહ્યો હોય વાળંદ ની દુકાનમાં વાળ કપાવી રહેલ સંજયભાઈ ની હાજરીમાં આરોપી રણજીતભાઇ થોભણભાઈ ડાબસરા આવી ચડતાં કોઈ કારણો સર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ હાજર હથિયાર કાતર વડે ગુસ્સા ભેર હુમલો કરી જીવલેણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ત્યાંથી નાસી છૂટ્યો હતો.!
આ સમગ્ર ઘટનાથી બરવાળા તાલુકાના પી.એસ.આઇ કે.એન કારેઠા, જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસકર્મીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.!
મૃતદેહને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આરોપીને શોધખોળ કરવાનું શરૂ કરાયું હતું.!
ત્યારે આજે માત્ર ગણતરીની કલાકોમાં જ મર્ડર નાં આરોપીને ઝબ્બે કરી બરવાળા પીએસઆઇ કે.એન કારેઠા તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.!