GUJARAT RTI ACT REFORM MOVEMENT ના ઉપક્રમે ગાંધીનગર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું
Anil Makwana
ગાંધીનગર
અનિલ મકવાણા
તા ૦૯/૦૯/૨૦૨૧ ને ગુરુવારે સવારે ૧૧:૩૦ કલાકે GUJARAT RTI ACT REFORM MOVEMENT ના ઉપક્રમે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી પ્રાપ્ત કરવામાં થઈ રહેલ વિલંબ અને સરકારી એજન્સીઓ દ્વારા થઈ રહેલી ઉપેક્ષા સહિતની વિવિધ રજૂઆતો-ફરિયાદો સબબ જિલ્લા સેવા સદન (સેક્ટર ૧૧), ગાંધીનગર ખાતે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં જાણીતા એડવોકેટશ્રી પુરૂષોત્તમભાઈ કાનાણી, જાણીતા શિક્ષણવિદ્ અને સમાજસેવી રાકેશ પ્રજાપતિ “રાહી” અનિલભાઈ મકવાણા, ગુણવંતભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, એડવોકેટશ્રી ડી. કે. પંડ્યા, શૈલેષભાઈ પટેલ, ડૉ. તુષાર જાની વગેરે RTI ACTIVIST મિત્રો સહિત સેવાનુરાગી સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજરોજ આ ચળવળ અન્વયે સમગ્ર ગુજરાતમાં એકસાથે 11:30 કલાકે તમામ જિલ્લાઓમાં કલેકટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું એમ એક અખબારી યાદીમાં રાકેશ પ્રજાપતિ જણાવે છે.