गुजरात

ગોંડલ: માર્કેટ યાર્ડમાંથી વેપારીઓના પૈસાનું બક્કલ કરી ગોવા બીચ કર્યા જલસા, અંતે થયું આવુ..

રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ચલાવતાં વેપારીએ યાર્ડના જ 70થી વધુ અન્ય વેપારીઓ પાસેથી મગ અને ચણા સહીતની જણસીઓની ખરીદી કરી લાખો રૂપિયાનો ધુંબો મારી પલાયન થઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જે મામલે પોલીસે ગોવા બીચ પર ટહેલી રહેલાં ચિટર વેપારીને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં અને ગોંડલ યાર્ડમાં રાધાકૃષ્ણ કોર્પોરેશન નામે પેઢી ચલાવતાં રાહુલ રમેશભાઈ વામજાએ યાર્ડના જ ચોવીસ જેટલાં વેપારીઓ પાસે થી મગ અને ચણા સહીતની જણસીઓની ખરીદી કર્યા બાદ વેપારીઓને પૈસા આપવાંમાં લહાળીયા ખાતુ કરી આખરે અંદાજે રૂપિયા સિતેર લાખથી વધુ રકમનો ધુંબો મારી ભાગી ગયો હતો.

એકાદ માસ પહેલાંની ઘટનામાં તે સમયે વેપારીઓ દ્વારા સીટી પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. રાહુલ વામજાએ ખરીદી બદલ કેટલાક વેપારીઓને ચેક આપ્યા હતા પણ બેલેન્સનાં અભાવે રિટન થયાં હતાં. આમ માત્ર છ મહીનાથી યાર્ડમાં પેઢી ખોલી વેપારી બનેલાં રાહુલ વામજા લાખોની છેતરપીંડી કરી પલાયન થઇ ગયો હતો.

બનાવ અંગે પોલીસની ટીમે નાશી છુટેલાં રાહુલને શોધવાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. યાડનાં કમીશન એજન્ટ એસોસિએશનનાં પ્રમુખ યોગેશકિયાડા તથાં વેપારી ઘેલાભાઇ ડોબરીયા પણ પોલીસને મદદરુપ બનતાં ગુપ્ત બાતમીનાં આધારે રાહુલનું પગેરું છેક ગોવા હોવાનું બહાર આવતાં પોલીસની ટીમ ગોવા દોડી ગઇ હતી અને બીચ ઉપરથી રાહુલને જડપી લઇ ગોંડલ લાવી પુછપરછ શરું કરી છે.

રાહુલે પોતાનો મોબાઈલ સ્વિચઑફ કરી દેતા લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ હતું પરંતું પોલીસે ગુપ્ત રાહે તપાસનાં ચક્રો ગતિમાન કરતાં ગોવાથી રાહુલ ઝડપાઇ જવાં પામ્યો હતો. માહિતગાર વર્તુળોનાં જણાંવ્યા મુજબ રાહુલે સીતેરથી પચ્ચોતેર વેપારીઓ સાથે છેતરપીંડી કરી છે. પોલીસ તપાસમાં વધું કેટલીક છેતરપીંડીઓ બહાર આવે તેવી શક્યતા છે.

Related Articles

Back to top button