સુરતઃ શિક્ષિકાની પુત્રીને કારમાં ખેંચી શરીર સંબંધ બાંધવા પૂર્વ પ્રેમીનું દબાણ, ફરિયાદ થઈ
સુરતઃ સુરત શહેરમાં છેડતીની ઘટનાઓ છાસવારે બને છે ત્યારે શહેરના ઘોડદોડ રોડ ઉપર એક શરમજનક ઘટના બની હતી. અહીં પૂર્વ પ્રેમીએ યુવતીને કોલેજ પાસે કારમાં ખેંચીને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જોકે, યુવતીએ પ્રતિકાર કરતા પૂર્વ પ્રેમીએ તેને માર માર્યો હતો.
ઘોડદોડ રોડ ગોકુલમડેરી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીએ તેણીની માતા સાથે ઉમરા પોલીસ મથકમાં પૂર્વ પ્રેમી સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે તેના પુર્વ પ્રેમીએ મળવા માટે બોલાવી હતી. પૂર્વ પ્રેમીએ અઠવાલાઈન્સ લથુરા કોલેજ પાસે કારમાં લઈ જઈ શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.
સુરતમાં યુવતીની છેડતીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં યુવકે યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું પરંતુ યુવતી તાબે નહી થતા મારમાર્યો હતો. જો સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ઘોડદોડ રોડ ગોકુલમડેરી વિસ્તારમાં રહેતા શિક્ષિકાની 18 વર્ષીય દીકરીને ગત તા 1લી સપ્ટેમ્બરના રોજ-રોહીત સોમન મંડલની કારમાં અઠવાલાઈન્સ લથુરા કોલેજ પાસે લઈ ગયો હતો.
અને કારમાં જ તેણીને શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું જોકે યુવતી તેનો વિરોધ કરતા ઉશ્કેરાને યુવતીને મારમાર્યો હતો. સામે યુવતી એ પણ હિંમત દાખવી તેનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ યુવતીએ તેની માતાના તમામ કહીકત જણાવ્યા બાદ તેની માતાએ હિંમત આવતા સમગ્ર મામલે ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે રોહિત મંડલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વધુમાં રોહિત ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે અને તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. રોહિત ચાર વર્ષ પહેલા તેની પડોસી સાથે તેના છોકરાનું પીપલોદ વિસ્તારમાં આવેલ સ્કુલમાં એડમીશન કરાવા માટે ગયો હતો ત્યારે યુવતી સાથે પરિચય થયો હતો અને ત્યાંથી તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા.