આજે શ્રાવણની સોમવતી અમાસ અને છેલ્લો સોમવાર, કરી લો સોમનાથ દાદાના
શ્રાવણનો આજે છેલ્લો સોમવાર છે અને મહિનાનો છેલ્લો દિવસ પણ હોવાથી સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ સાથે આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે શ્રાવણ મહિનાની અમાસ છે. 6 તારીખે શ્રાદ્ધ અને 7 તારીખે સ્નાન-દાનની અમાસ છે. આજે સવારથી જ જાણે મેઘરાજા પણ સોમનાથ દાદાને અભિષેક કરી રહ્યાં હોય તેમ ગીર સોમનાથ પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
આ વખતે શ્રાવણમાં હતા પાંચ સોમવાર
સોમનાથ મંદિરના રવિવાર સાંજના દર્શન
આજથી સોમનાથ મહાદેવને ભાવિકો જળાભિષેક કરી શકશે
સોમનાથ મહાદેવ મંદિરમાં શિવને જળાભિષેક કરવાનો તમામ ભાવિકોનો મનોરથ હોય છે. આ માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થા ઉભી કરી છે. સોમનાથ ટ્રસ્ટે ભાવિકો વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેક્ટરથી 360 ડિગ્રીએ શિવલીંગ નિહાળી શકાય અને જાતે ગર્ભગૃહમાં પ્રવેશી શિવજીને જળાભિષેક કરી શકાય એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. આજથી ભાદરવી અમાસથી ભાવિકોને આ સુવિધાનો પણ લાભ મળશે. સોમનાથમાં ભાવિકને જાણે પોતે જળાભિષેક કરતા હોય અને તેને શિવજીના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ થશે.