સુરતના હિરા પેઢીના વેપારીને વિશ્વામાં લઈ દિલ્હીનો સેલ્સમેન કરોડોના હિરા લઈ ફરાર
સુરત: મહિધરપુરા જદાખાડી પારસ બિલ્ડિંગમાં આવેલ સંસ્કાર ડાયમંડ નામની હિરાની પેઢીનો દિલ્હી ખાતેનો વિશ્વાસુ સેલ્સમેને વેચાણ કરવા માટે આપેલા તૈયાર હીરા પૈકી રૂપિયા 1.16 કરોડના 37.28 કેરેટના 23 નંગ હિરા સગેવગે કરી દિલ્હી ખાતેનું મકાન અને મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો.
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મજુરાગેટ કૈલાશનગર સંખેશ્વર કોમ્પ્લેક્ષમાં રહેતા મૂળ બનાસકાંઠાના વતની અશોકભાઈ પુનમચંદ મહેતા હિરાના વેપાર સાથે સંકળાયેલા છે અને મહિધરપુરા જદાખાડી પારસ બિલ્ડિંગમાં સંસ્કાર ડાયમંડના નામે ભાગીદારી પેઢી ચલાવે છે. પેઢી દ્વારા બજારમાં ચાલતા રફ હિરા, તૈયાર હિરા જંગડ ઉપર તથા ખરીદી કરતા હતા અને સારો ભાવ આવે ત્યારે નફો મેળવી વેચાણ કરે છે. પેઢીનો મુખ્ય વેપાર સુરત, દિલ્હી અને મુંબઈ છે.
ચાર વર્ષ પહેલા ભરત ખોડાભાઈ રાજપુત નામના યુવકને દિલ્હી ખાતે હિરા વેચવા માટે સેલ્સમેન તરીકે રાખ્યો હતો. ધીરેધીરે ભરત રાજપુત પેઢીનો વિશ્વાસુ સેલ્સમેન બની ગયો હતો અને તેનો પગાર પણ 17 હજારતી વધારીને 27 હજાર કરી દેવામાં આવ્યો હોત આ ઉપરાંત તેને દિલ્હીમાં કારેલબાગ ખાતે આવેલ હિરા મુકવા માટેના સેફ વોલ્ટની ચાવી પણ સોંપી દેવામાં આવી હતી.
દિલ્લીના માનસરોવર ગાર્ડન ખાતને મકાનમાં તપાસ કરતા ત્યાં પણ મળી આવ્યો ન હતો અને તેના પિતાને ફોન કરતા કોઈ સંતોષકારક જવાબ આવ્યો ન હતો. અશોકભાઈને ખ્યાલ આવી ગયો કે ભરત રાજપુતે તેમની પેઢીના રૂપિયા 1.16 કરોડના હિરાની છેતરપિંડી કરી ભાગી ગયો છે. બનાવ અંગે પોલીસે અશોકભાઈની ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથી ધરી છે.