खास रिपोर्टगुजरात

દહેગામમાં દેશી દારૂ હાટડિયો ધમધમી રહી છે. ભારતને તો ગાંધીજીએ આઝાદ કરાવ્યો. શ્રમિક પરિવારોને દારૂ માંથી આઝાદી ક્યારે મળશે ???

દહેગામ પોલીસને ગાંધીજીના ફોટા વારા ચલણ થી મોહ નથી છુટતો

દહેગામ

રીપોર્ટર – આર.જે. રાઠોડ.

સ્વાતંત્ર ભારત આઝાદીના ૭૫. વર્ષો બાદ પણ શ્રમિક પરિવારો આઝાદ નથી. દહેગામમાં દેશી દારૂ હાટડિયો ધમધમી રહી છે.
સ્વાતંત્ર ભારત આઝાદીના ૭૫. વર્ષ બાદ પણ દહેગામ શહેર – તાલુકાનાં ગ્રામ્યમાં પછાતવર્ગ (શ્રમિક) વિસ્તારોમાં શ્રમજીવી પરિવારો આજે પણ આઝાદ નથી. જ્યાં ખુલ્લેઆમ દેશી – વિદેશી દારૂનાં અડ્ડા ધમધમે છે. તેવાં વિસ્તારોમાં દારૂનાં અડ્ડાનાં વેચાણકર્તા માંથી મુક્ત કરવા દહેગામ પોલીસ સ્ટેશનમાં અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને સામાજીક કાર્યકર પાટીલ માધવદાસ કાનજીભાઇ કૃષ્ણનગર સોસાયટી. દહેગામના અન્ય શ્રમજીવી સહપરિવારો લોક કલ્યાણ હિતના અર્થે હકીકતની લેખિત ફરિયાદ કરી જણાવે છે. કે ખુલ્લેઆમ ધમધતા દેશી વિદેશી દારૂના અડ્ડા માંથી મુક્ત નહિ કરે તો દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની ખાસ ફરજ પડશે.
દહેગામ શહેરનાં વોર્ડ નં ૪. અને પ.માં પછાતવર્ગ (શ્રમજીવી) પરિવારોના વિસ્તારનાં શાસ્ત્રીનગર સોસાયટી સામે વકીલની ચાલી. રાવળવાસમાં બકાજી ઠાકોર નામનાં બુટલેગર આ વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વર્ષોથી વેચાણ કરી રહ્યા છે. જે દહેગામ પોલીસ સ્ટેશનનો તમામ પોલીસ સ્ટાફ માહિતગાર છે. એવા વિસ્તારમાં પછાતવર્ગના શ્રમજીવી પરિવારો રહે છે. આ વિસ્તારમાં ઘણાં વર્ષો દેશી દારૂનો અડ્ડો ખુલ્લેઆમ ધમધમે છે. તેમજ થોડે દૂર ચંદન યશોદરા રાઇસ મીલ પાસે પછાતવર્ગના શ્રમજીવી વિસ્તારમાં ઘણાં વર્ષોથી મણીબેન ઠાકોર નામની મહિલાના સાગરીતો વર્ષોથી કાયમી ધોરણે ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો જમાવી બેઠી છે. તથા વોર્ડ નં ૩.ના ઉગમણા ઠાકોરવાસમાં બ્રહમાણીનગર વિસ્તારમાં પણ પછાતવર્ગના શ્રમિક પરિવારો રહે છે. આ વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ઘણાં વર્ષોથી ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. આ શિવાયના દહેગામમાં કેટલાક પછાત વિસ્તારોમાં જ્યાં શ્રમજીવી પરિવારો પેટીયું રળી મજુરી કરી જીવન ગુજારી રહ્યા છે. તેવાં વિસ્તારમાં જ દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જે ન્યાયના હિતમાં નથી. જેની આઝાદીના સ્વતંત્ર ભારતના પર્વ નિમિત્તે પોલીસ થાણામાં પણ લેખીતમાં ફરીયાદ કરાઇ હતી. તેની પોલીસે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. તો સદર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક કાયમિક ધોરણે બંધ કરવા જનતાના લોકહિતમાં ફરીયાદ કરી છે. સ્વાતંત્ર ભારત આઝાદીના ૭૫. વર્ષ બાદ પછાત વિસ્તારોમાં શ્રમજીવી પરિવારો આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છે. પણ શ્રમિક પરિવારોને આજે પણ આઝાદ નથી.
દહેગામના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફનાં નેતૃત્વ હેઠળ ઘણાં વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી. વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. જે ન્યાયના હિતમાં નથી.
આમ સદર બાબતે જાહેર હિતને ધ્યાનમાં રાખી આ ફરીયાદ કરવામાં આવેલ છે. કે શ્રાવણ માસમાં શ્રાવણીઓ જુગાર ઘણા શકુંનીઓ ખાનગી રાહે જુગાર રમતા હોય તેવા લોકો સામે પોલીસ પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો પછાત શ્રમજીવી વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પોલીસની આંખોદેખી નજર સામે ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. તેવાં ગોરખધંધા કાયમિક ધોરણે બંધ કરવા લોકહિતમાં ફરીયાદ કરાઇ જેની પોલીસ નિષ્ક્રીયતા દાખવવામાં આવશે તો જાહેર હિતમાં જનતા રેડ કરવાની ખાસ ફરજ પડશે. જેની જીલ્લા પોલીસ અધિક્ષક ગાંધીનગરને પણ રજૂઆત કરવામાં આવી છે..

Related Articles

Back to top button