गुजरात

રૂપાણી સરકાર જેલોમાં બંધ કેદીઓને આપશે આ સુવિધા, જાણો વિગત

ગાંધીનગરઃ રાજ્ય સરકારે રાજ્યની તમામ જેલોમાં બંધ કાચા કામના કેદી અને પાકા કામના કેદીઓને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. મળતી જાણકારી અનુસાર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યની તમામ જેલોમાં બંધ કાચા કામના કેદી અને પાકા કામના કેદીઓને ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એન.ડી.પી.એસ અને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓમાં બંધ આરોપી અથવા સજા પામેલા કેદીઓને ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવા બાબતના વર્ષ 2014ના પરિપત્રમાં કરવા આવેલી જોગવાઇઓને રદ કરી રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેલમાં બંધ કેદીઓને ટેલિફોનની સુવિધા મળવી જોઈએ તેવી રજૂઆત સાથે એનડીપીએસ કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં કરેલી અરજીના પગલે સરકારે નિર્ણય લીધો હતો.

બાડમેરમાં મિગ-21 પ્લેન ક્રેશ

ભારતીય એરફોર્સના મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. સૈન્ય પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું હતું કે દુર્ઘટના બાદ પાયલટે પોતાને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઇજેક્ટ કર્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે, આ વિમાન ટ્રેનિંગ પર હતું. બાડમેરના પોલીસ અધિકારી આનંદ શર્માએ કહ્યું કે વિમાન ભૂરટિયા ગામ પાસે પડ્યું હતું.

તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટના થયાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. એરફોર્સે કહ્યું કે, આજે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પશ્વિમી સેક્ટરમાં ટ્રેનિંગ માટે ઉડાણ ભરનારા મિગ-21 બાઇસન વિમાનમાં ટેક ઓફ બાદ ટેકનિકલ ખામી આવી હતી. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 160 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,091 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 160 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 155 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,091 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર 1, કચ્છ 1 અને સુરત કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 14 કેસ નોંધાયા છે. આજે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Related Articles

Back to top button