गुजरात

અમદાવાદ : ‘તું મને બીજા લગ્ન ની મંજુરી નહિ આપે તો હું તને ક્યારેય બાળક થવા નહીં દવ’

અમદાવાદ :  પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પતિએ પત્નીને ત્રાસ આપવાનુ શરૂ કર્યું અને કહ્યું કે તેની સાથે તો માત્ર તેણે દહેજ માટે લગ્ન કર્યા છે. બાકી તો લગ્ન પહેલા જ તેને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. એટલું જ નહિ આરોપી પતિ એ પત્ની ને ધમકી આપી હતી કે જો તું મને બીજા લગ્નની મંજુરી નહિ આપે તો હું તને ક્યારેય બાળક નહિ થવા દઉં. અને પ્રેમિકા એ દીકરીને જન્મ આપતા આરોપીએ પિતા તરીકે પોતાનું નામ લખાવવાના બદલે યુવતીના પિતાનું નામ લખાવ્યું. ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલા એ તેના પતિ અને પતિ ની પ્રેમિકા વિરુધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાનો આરોપ છે કે લગ્ન ના દોઢ વર્ષ બાદ તેના પતિ નોકરી થી મોડા ઘરે આવતા હતા. જો કે આ બાબતે મહિલા એ પૂછ્યુ તો કંપનીમાં કામ હોવાથી મોડું થઈ જતું હોવાનું બહાનું પતિ એ બતાવ્યું હતું.

જ્યારે મહિલા એ તેના પતિ ને સંતાન માટે પ્લાનિંગ કરવાનુ કહ્યું તો તેણે કહ્યું હતું કે લગ્ન પહેલા જ તેને તેની કંપનીમાં કામ કરતી રિસેપ્શનિસ્ટ સાથે પ્રેમ સંબંધ છે. અને જો તે મંજૂરી આપે તો તેની સાથે લગ્ન કરવા માંગે છે. જો કે તેણે એમ પણ કહ્યું હતું કે આપણા સમાજમાં બે લગ્ન ની મંજુરી છે. તે બંને ને સાથે રાખશે. અને જો ફરિયાદી મહિલા લગ્ન ની મંજૂરી નહીં આપે તો તેને ક્યારેય બાળક નહિ થવા દઉં.

Related Articles

Back to top button