ગાાંધીધામ શહેરમા બેએ.ટી.એમ. નો સેફ્ટી લોક તોડી એ.ટી.એમ. માથી રૂપીયા ચોરીનો પ્રયાસ કરનાર આરોપીનેશોધી કાઢતી ગાાંધીધામ એ-ડિવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર , મોથલીયા સાહેબ બોર્ડર રેજ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી મુદ્દામાલ રીકવર કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૧૫૩૪ ૨૦૨૧ ઇ.પી.કો. કલમ -૩૭૯,૪૪૭,૪૨૩,૫૧૧ મુજબનો ગુન્હો જેમાં ગાંધીધામ ચાવલા ચોક પાસે આવેલ પંજાબ નેશનલ બેંકના એ.ટી.એમ. મશીન રૂમમાં પ્રવેશી એ.ટી.એમ. મશીનનુ સેફ્ટી લોક તોડી મેઇન લોકરનું હેન્ડલ તોડી નુકશાન કરી એ.ટી.એમ.મશીનમાં રહેલ પૈસા ચોરી કરવાનો પ્રયત્ન કરવાનો ગુન્હો તા .૧૭ / ૦૮ / ૨૦૨૧ ના રોજ રજી . થયેલ હોય તેમજ ગાંધીધામ બી ડિવી પો.સ્ટે . એ ગુ.ર.નં. ૧૫૦૮/૨૦૨ ૧ ઇ.પી.કો.કલમ -૩ ૭૯,૪૪૭,૪ ૨૭,૫૧૧ મુજબનો ગુન્હો જેમાં ગાંધીધામ સેક્ટર -૮ મા આવેલ ટી.બી.ઝેડ શો રૂમ પાસે આવેલ પંજાબ નેશનલ બેન્કના એ.ટી.એમ મશીનના દરવાજા તથા ઇલેક્ટ્રીક લોક તોડી તથા સી.સી.ટી.વી. કેમેરાનો વાયર કાપી રૂપીયા ચોરી કરવાનો પ્રયત્ન કરવાનો ગુન્હો તા .૨૧ / ૦૮ / ૨૦૨૧ ના રોજ રજી.થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ. જાડેજા નાઓએ ગાંધીધામ એ ડિવીજન પોલીસ સ્ટાફના માણસોને ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે પો.હૈડ કોન્સ . ખોડુભા ચુડાસમા તથા પો કોન્સ , રવીરાજસિંહ પરમાર નાઓને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
આરોપી
( ૧ ) પ્રદિપ સિકંદર ઝીંગુર જાતે મદેશીયા ( બનીયા ) ઉ.વ ૨૦ હાલ રહે.ગણેશનગર ચોક નજીક શાકભાજી માર્કેટ પાસે સાગર પુનમભાઇની ઓરડીમાં ગાંધીધામ મુળ રહે.ગામ – ધુરીયાપાસ થના – કસયા જી.કુશીનગર ઉતરપ્રદેશ આરોપીનો એમ.ઓ : ઉપરોક્ત આરોપી રાત્રીના સમયે એ.ટી.એમ. રૂમમાં પ્રવેશી મશીનનુ સેફ્ટી લોક તોડી મેઇન લોકરનું હેન્ડલ તોડી એ.ટી.એમ. રૂમમાં રહેલ સી.સી.ટી.વી. કેમેરાના વાયર કાપી એ.ટી.એમ.મશીનમાં રહેલ પૈસા ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે .
શોધાયેલ ગુન્હાઓ –
( ૧ ) ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં .૧૫૩૪૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩.૭૯.૪૪૭,૪૨૭,૫૧૧ મુજબ .
( ૨ ) ગાંધીધામ બી – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં. ૧૫૦૮/૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૩૯,૪૪૭,૪૨૩,૫૧૧ મુજબ . એ.ટી.એમ. તોડવા માટે ઉપયોગમાં લીધેલ મુદામાલ
( ૧ ) પ્લાસ્ટીકના હાથાવાળુ મોટુ ડિસમીસ
( ર ) પ્લાસ્ટીકના હાથાવાળુ પક્કડ
( 3 ) ફોર વે કું ડ્રાઇવર “ ટી ” બનાવેલું ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.જાડેજા નાઓની સુચનાથી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફના માણસો દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .