गुजरात

માતા-બહેનને ઇન્જેક્શન આપી ડોક્ટરનો આપઘાતનો પ્રયાસ, ‘મમ્મી-બહેન મારા વગર કેવી રીતે જીવે?

સુરત: શહેરમાં રક્ષાબંધનના દિવસે જ કતારગામમાં મહિલા ડોકટરે તેની માતા અને શિક્ષકા બહેનને ઇન્જેક્શન આપી અને તેણે જાતે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને શિક્ષકા બહેનનું મોત થયું હતુ. જયારે ડોક્ટરની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. મહિલા ડોક્ટર ડિપ્રેશનમાં રહેતી હતી. જોકે તેની માતા અને બહેન સાથે લાગણી હતી. તેથી બંનેને ઇન્જેકશન આપીને તેણે આ પગલું ભરતા ચકચાર મચી છે. ડોક્ટર દર્શનાએ સુસાઇડ નોટ પણ લખી હતી અને તેમનું ડાઈંગ ડિક્લેરેશન સામે આવ્યું છે. આ અંગે પોલીસે ડોક્ટર દીકરી સામે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ઘરી છે.

રક્ષાબંધનની સવારે જ ભાઇ ઘરે આવ્યો હતો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ પરિવાર મૂળ ભાવનગરના મહુવાના વતની છે અને હાલમાં સુરતનાં કતારગામમાં ચીકુવાડી ખાતે સહજાનંદ સોસાયટીમાં રહેતો હતો. 61 વર્ષના મંજુબેન કાન્તીભાઇ સોડાંગરને સંતાનમાં પુત્ર ગૌરવ કોમ્પ્યુટરના કામ સાથે સંકળાયેલો તથા 30 વર્ષની પુત્રી ફાલ્ગુની શિક્ષિકા અને 31 વર્ષની દર્શના હોમીયોપેથીક ડોક્ટર છે. મંજુબેનના પતિ ઘણાં સમયથી તેમનાથી અગલ રહીને ધંધો કરે છે. રવિવારે રક્ષાબંધન હોવાથી પુત્ર ગૌરવ સવારે ઘરે આવ્યો હતો. તે સમયે ઘરનો આગળનો દરવાજો બંધ હતો. તેણે ઘણા સમય સુધી ઘરનો દરવાજો ખખડાવ્યો પણ કોઇએ ખોલ્યું ન હતુ.

Related Articles

Back to top button