गुजरात

દ્વારકા: તાજીયા કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પથ્થમરામાં પોલીસકર્મીને ઈજા, વાહનોમાં તોડફોડ

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના સલાયામાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ નો બનાવ બન્યો છે. હાલ કોરોનાની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યભરમાં તાજીયા ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મુસ્લિમ આગેવાનો સાથે પોલીસે બેઠકો પણ કરી હતી. દ્વારકા જિલ્લામાં પણ આ પ્રકારે બેઠકોને દોર ચાલ્યો હતો. બીજી તરફ ગુરુવારે રાત્રે દેવભૂમિ દ્વારકાના સલાયા માં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તાજીયા કાઢવાન મામલે થયેલા ઘર્ષણમાં પોલીસ પર થયેલા હુમલામાં એક પોલીસકર્મીના માથામાં ઇજા પહોંચી છે. આ સાથે જ ટોળાએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી. મામલો એટલો બીચકી ગયો હતો કે ટોળાએ પોલીસના વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. અન્ય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બનાવને પગલે આખા જિલ્લાની પોલીસ સલાયા ખાતે ઉતારી દેવામાં આવી હતી.

મોહરમને પગલે આ વર્ષે તાજીયા ન કાઢવાનો નિર્ણય કરાયો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, દ્વારકાના સલાયમાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.

Related Articles

Back to top button