વણશોધાયેલ ધરફોડ ચોરીનો ગુનો શોધી તમામ મુદ્દામાલ રીકવર કરી તમામ મુદ્દામાલ ફરીયાદીને પરત સોપતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
વણશોધાયેલ ધરફોડ ચોરીનો ગુનો શોધી તમામ મુદ્દામાલ રીકવર કરી તમામ મુદ્દામાલ ફરીયાદીને પરત સોપતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી મુદામાલ રીકવર કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૧૪૨૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૪,૩૮૦ મુજબની દિવસની ઘરફોડ ચોરીનો ગુનો તા .૨૨ / ૦૭ / ૨૦૨૧ ના રોજ રજી . થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા નાઓએ પોલીસ સ્ટાફના માણસોને ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે પો.હેડ કોન્સ . ખોડુભા નરેન્દ્રસિંહ તથા પો.કોન્સ . રવીરાજસિંહ પરમાર નાઓને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીને પકડી ઉપરોક્ત વણશોધાયેલ ગુનો શોધી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી ટુંક સમયમાં નામદાર કોર્ટના હુકમ મુજબ ગાંધીધામ એ ડિવી.પો.સ્ટે.ના કા.રા.હેડ એ.એસ.આઇ. સુનયનાબેન બલીરામ નાઓએ ફરીયાદીને નીચે મુજબનો મુદ્દામાલ પરત આપેલ છે .
ફરીયાદીને પરત સોપેલ મુદામાલ
( ૧ ) રોકડા રૂ .૧,૪૧,૦૦૦ /
( ૨ ) સોનાનું અઢી તોલાનું મંગળસુત્ર કિ.રૂ .૮૦,૦૦૦ /
( ૩ ) સોનાનું બે તોલાનું હાથનું મોતીવાળુ કડુ કિ.રૂ .૬૦,000 /
( ૪ ) સોનાની કાનમાં પહેરવાની બુટી નંગ ૧૨ કિ.રૂ .૬૦,૦૦૦ /
( ૫ ) સોનાનું સવા તોલાનું બ્રેસલેટ કિ.રૂ .૩૭,૫૦૦ /
( ૬ ) સોનાનો ૦૧ તોલાનો કડો નંગ ૦૧ કિ.રૂ .૩૦૦૦૦ /
( ૭ ) સોનાની વીંટી નંગ ૦૪ કિ.રૂ .૩૦૦૦૦ /
( ૮ ) સોનાનું લોકેટ નંગ ૦૧ ત્રણ ગ્રામ વજનનું કિ.રૂ .૧૦,૦૦૦ / કુલ કિ.રૂ .૪,૪૮,૫૦૦ / -ચાર લાખ અડતાલીસ હજાર પાંચસો )
ઉપરોકત કામગીરી
પો.ઇન્સ . એમ.એમ જાડેજા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે .