ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા ડીસા ખાતે પહોંચતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દ્વારા કેન્દ્રીય મંત્રી દેવુંસિંગ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
Anil Makwana
ડીસા
રિપોર્ટર – લીલાભાઇ પરમાર
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રાની શરુઆત કરવામાં આવી છે જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને જન આશીર્વાદ યાત્રા અંબાજીથી અંબાજી માતાના આશીર્વાદ લીધા હતા અને જન આશીર્વાદ યાત્રાનુ પ્રસ્થાન થયું હતું જે યાત્રા આજે ડીસા ખાતે પહોંચતા ડીસા દિપક હોટલ પાસે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતી મોરચા દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી ત્યારબાદ જન આશીર્વાદ યાત્રા ડીસાના જલારામ મંદિર ખાતે પહોંચી હતી અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્રી દેવુસિંહ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને સાંસદ પરબતભાઇ પટેલ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અનુસૂચિત જતી ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ પુનડીયા સાથે ભાજપના આગેવાનો દ્વારા ડીસાના જલારામ મંદિર જલારામ બાપાના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારબાદ જન આશીર્વાદ યાત્રા ડીસા લાયન્સ હોલ ખાતે પહોંચી હતી જ્યાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષમાં કરાયેલ વિકાસના કામો અને સિધ્ધીઓ ભાજપનાં કાર્યકર્તાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જ્યારે જન આશીર્વાદ યાત્રા ડીસા ખાતે પહોંચે તે પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં ન આવે તે માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીને તેમના તિરુપતિ સોસાયટીના નિવાસસ્થાનેથી પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતાં