ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32% વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ
ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે 16મી ઓગસ્ટનાં રોજ 8 વાગ્યાથી રીપીટર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે. નોંધનીય છે કે, 30,343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4649 વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે.
પરિણામ આ રીતે કરો ચેક
નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળની ભલામણો
રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે. હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે. વર્તમાન પ્રથામાં ધોરણ-9, 10 માધ્યમિક અને ધોરણ-11, 12ને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો તરીકે ચાલે છે.