गुजरात
ગાંધીનગર : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ ૭૫ મા સ્વાતત્ર્ય દિને વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
અનિલ મકવાણા
ગાંધીનગર
રિપોર્ટર – અનિલ મકવાણા
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ હોસ્ટેલ કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો મળી 15મી ઓગસ્ટના દિને વૃક્ષારોપણ કરી સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાને લઇ આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરી લોકોનું દયાન કેન્દ્રિત કર્યું. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દેશભક્તિ દાખવી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિજયસિંહજી ચાવડા ,ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રકાશભાઈ પંચોલી (પવનપુત્ર પ્રેસ) ઉપસ્થિત રહ્યા.
સંસ્થાના મૅનેજીંગ ટ્રસ્ટી શ્રી કિરણસિંહ ઠાકોર અને ટ્રસ્ટી શ્રી પિનાકકુમાર લબાના અને સાથી મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
કાર્યક્રમના અંતમાં બધા સાથે સ્વરૂચી ભોજન લઇ ભારત માતાના બુલંદ નારા સાથે છુટા પડ્યા.