વિદેશી પક્ષીઓનાં ઘર વઢવાણા અને થોળનો ‘Ramsar Sites’માં સમાવેશ, આ કારણે વધી શકે છે પ્રવાસન

રાજ્યમાં શિયાળાની મોસમ દરમિયાન યાયાવર પક્ષીઓનાં ઘર એવા વઢવાણા તળાવ અને થોળનો સમાવેશ દેશની રામસર સાઇટ્સમાં કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશની ચાર સાઇટનો રામસર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેની જાણકારી આપવામાં આવી છે. જે પક્ષી સૃષ્ટી ખાસ કરીને યાયાવર પક્ષીઓનું આશ્રય સ્થાન છે. આજે રામસર સચિવાલયમાંથી આ જાહેરાત કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલું વઢવાણા પક્ષી સૃષ્ટી માટે આંતરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્ત્તવ ધરાવે છે. વઢવાણા તળાવ શિયાળામાં પાણીમાં રહેનારા પક્ષીઓનો આશરો છે. આ પક્ષીઓમાં મોટાભાગે મધ્ય એશિયાના દેશોમાંથી આવે છે. વઢવાણા તળાવમાં શિયાળા દરમિયાન આવા 80 પ્રજાતિના પક્ષીઓ અહીંયા આશરો લેતા હોય છે. જે પાકી કેટલાક ભયજનક સ્થિતિમાં પહોંચી ગયેલી પ્રજાતિના પક્ષીઓ પણ છે. જેમ કે પલ્લાસનું ફિશ-ઈગલ, કોમન પોચાર્ડ, ડાલમેશિયલ પેલિકેન, ગ્રે હેડેડ ફીશ-ઈગલ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, વઢવાણામાં થયેલી 29મી પક્ષી ગણનામાં 133 પ્રજાતિના અંદાજે 62,570 જેટલા પક્ષીઓ નોંધાયા હતા.