गुजरात

Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

અમદાવાદ: કહેવાય છે કે કોઈ પણ ખોટું કામ કરો તો પાપ છાપરે ચઢીને પોકારે જ. આવી જ એક ઘટના સામે આવી છે. એક માતા અને તેનો જમાઈ થોડા દિવસ પહેલા ઓઢવ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં તેમની દીકરીને એક યુવક અપહરણ કરી લઈ ગયો હોવાની રજૂઆત કરી હતી. પોલીસે ઉંમર જાણવા જન્મ દાખલો માંગ્યો તો તે ન હોવાનું જણાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની  નકલ રજૂ કરી હતી. જેમાં આ મહિલાની દીકરીની ઉંમર 2004 દર્શાવી હતી. જોકે સ્કૂલ પર જઈને ખરાઈ કરતા મહિલાની દીકરીનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે જ મહિલાની દીકરીની ભાળ મળી અને પોલીસે પૂછપરછ કરતા તેનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું. સાસુને એમ હતું કે તે પોલીસને સગીરાનું અપહરણ થયું તેવું કહેશે તો જ પોલીસ તેને શોધશે. આ ખોટી માનસિકતા સાથે જમાઈ સાથે મળી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા. પણ તપાસમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થતા ઓઢવ પોલીસે સાસુ જમાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે.

ઘટનાની વિગત વાર વાત કરીએ તો ગત 11મીએ મંજુલા બહેન રાજપૂત અને તેમનો જમાઈ વિશાલ ઉર્ફે બબલુ ઓઢવ પોલીસસ્ટેશન આવ્યા હતા. પોલીસ સમક્ષ આ સાસુ અને જમાઈએ અપહરણ ની રજુઆત કરી અને કહ્યું કે તેમની સગીર વયની દીકરી એક શખસ સાથે ભાગી ગઈ છે. જેથી પોલીસે સગીરાને કોઈ ભગાવી લઈ ગયું હોવાની ગંભીરતા દાખવી ફરિયાદી મહિલા પાસે પુત્રીના જન્મના દાખલા માંગ્યા હતા.

જેમાં મંજુલા બહેને જશોદાનગર શાળા નમ્બર 2 નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ રજૂ કરી હતી. જેમાં મંજુલા બહેનની દીકરીની જન્મ તારીખ વર્ષ 2004ની હતી. આ અંગેના અસલ ડોક્યુમેન્ટ માંગતા તે ન હોવાનું મંજુલા બહેને જણાવ્યું અને તેમના પતિ માનસિક ઠીક ન હોવાથી અનેક વર્ષો પહેલા ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ઘરેણાં કોઈ કેનાલ માં ફેંકી દીધા હોવાની રજુઆત કરી હતી. જેથી પોલીસે આ નકલ મેળવી પોકસો એક્ટ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

બાદમાં પોલીસે સગીરા ની શોધખોળ હાથ ધરવા સ્કૂલ પર પહોંચી ઓરીજીનલ ડોક્યુમેન્ટ મેળવતા તેમાં મંજુલા બહેનની દીકરીનો જન્મ 2002 માં થયો હોવાનું ફલિત થયું હતું. જેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મા છેડછાડ કરી હોવાનું સામે આવ્યુ અને તેવામાં યુવક સાથે ગયેલી આ મંજુલા બહેનની દીકરી ની ભાળ પણ મળી હતી. જેમાં તેની પૂછપરછ માં તેનો જન્મ 2002 માં થયો હોવાનું તેણે જણાવ્યું અને આધાર કાર્ડ આપતા તેમાં પણ જન્મ વર્ષ 2002 હતું.

Related Articles

Back to top button