ચોરીના મો.સા. સાથે આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. પટેલ સાહેબ અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એન રાણા નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમા પટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , અંજાર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન .૧૧૯૯૩003 ૨૧૧૦૩ ૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબના ગુન્હો કામે ચોરીમાં ગયેલ મો.સા. આરોપી તેના રહેણાંકે અંજાર મધ્યે આવેલ વિજયનગર કોલીવાસમા રાખેલ છે અને આરોપી ડાબલો પણ ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો જઇ તપાસ કરતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતી કોલી ઉ.વ .૨૩ રહે.કોલીવાસ , વિજયનગર , અંજાર વાળો મળી આવેલ જેના ઘરે પડેલ મો.સા. જે જોતા જે બજાજ કંપનીનું પલ્સર મો.સા. રજી.નં. GJ – 12 – DL – 4964 વાળાની કિ.રૂ .૩૦,૦૦૦ / – ગણી આરોપીને સદર ગુના કામે રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
કબ્જે કરેલ મુદ્દામાલ :
બજાજ કંપનીનું પલ્સર મો.સા. રજી.નં. GJ – 12 – DL – 4964 વાળાની કિ.રૂ .૩૦,000 / પકડાયેલ આરોપી : મહેશ ઉર્ફે ડાબલો મોતી કોલી ઉ.વ .૨૩ રહે.કોલીવાસ , વિજયનગર , અંજાર શોધાયેલ ગુન્હો : અંજાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩ ૨૧૧૦૩ ૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ • કુલ કિ.રૂ. ૩૦,૦૦૦ / – આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા