માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ મે , પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ ગાંધીધામ શહેર વીસ્તારમાં નાર્કોટીક્સની બદી સંપુર્ણ પણે નાબુદ કરવા વારંવાર સુચના આપેલ હોય અને પો.ઇન્સ એમ.એમ.જાડેજા નાઓએ પોલીસ સ્ટાફના માણસોને ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં નાર્કોટીક્સ ના કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી પો.હે.કોન્સ ખોડુભા નરેનદ્રસિહ તથા પો.કોન્સ રાવીરાજસિહ નરેન્દ્રસિહ નાઓને મળેલ બાતમી આધારે ખોડીયારનગર ઝુપડામાં આવેલ આરોપીના સીમેન્ટના પતરા વાળી ઓરડીમાંથી ગાંજો પકડી કાયદેસરની કાર્યવાહી કરી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી –
( ૧ ) હરજી મુળજી દેવીપુજક રહે.ખોડીયારનગર ક્રીષ્ના પ્રોવીઝન નામની દુકાન પાછળ આવેલ ઝુંપડા ગાંધીધામ મુળ રહે.ગોઠવાળા રાધનપુર પકડવાનો બાકી આરોપી મનોજ કરમશી દેવીપુજક રહે . ખોડીયારનગર ઝુંપડા ગાંધીધામ
કબજે કરેલ મુદ્દામાલ –
( ૧ ) ગાંજો વજન ૧,૬૮૦ કિ.ગ્રા . કિ.રૂ .૧૬,૮00 / –
( ૨ ) મોબાઈલ ફોન નંગ- ( વિવો કંપની -૧ ) કિ.રૂ .૫૦૦૦ /
( ૩ ) આધાર કાર્ડ નકલ -૧ કિ.રૂ .૦૦ / ૦૦
( ૪ ) રોકડા રૂ .૩૪૦૦ /
( ૫ ) લાઇટબીલ કુલ કિ.રૂ .૨૫,૨૦૦ /
ઉપરોકત કામગીરી પો.ઇન્સ એમ.એમ જાડેજા તથા પો.સબ.ઇન્સ ડી.જી.પટેલ તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .