गुजरात

અમદાવાદઃ કોરોના સમયમાં Liquor permit લેવા લોકોની પડાપડી, અરજીઓમાં ધરખમ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ કોરોનામાં દારૂની પરમિટ માટે જે ડિમાન્ડ વધી છે તે પણ નોંધનિય છે. મહત્વનું છે કે દારૂથી કોરોના નહીં થાય તે માનસિકતા પણ સામે આવી રહી છે. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાથી દારૂ માટે લોકોને પરમિટ લેવી પડે છે અને જે પરમિટનો ભાવ પણ વધી ગયા હોવા છતાં લોકોની પડા પડી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે કેટલા લોકો તો ડોક્ટર પાસેથી ખાસ માહિતી પણ લઈ રહ્યા છે કે દારૂ પીવાથી કોરોના નહીં થાય એ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં દારૂની કુલ 950 અરજીઓ આવી હતી. વર્ષ 2019માં આંકડો વધીને 2865 સુધી ગયો.

નોંધનીય છે કે કોરોનાના વર્ષ એટલે વર્ષ 2020માં અરજી 3268 આવી ગઈ હતી અને હાલ ચાલુ વર્ષમાં માત્ર 7 મહિનામાં રિન્યુ સાથે કુલ 2300 જેટલી અરજીઓ આવી છે. મહત્વની વાત તો એ છે કે આ પરમિટ પાછળ આશરે કુલ 20000 હજાર જેટલો ખર્ચ પણ થાય છતાં લોકોની લાઈનો લાગે છે.

મળતી માહિતી પ્રમાણે રિન્યુ અને નવી પરમિટ બન્નેમાં અલગ અલગ ખર્ચો થાય છે. ડોક્ટરનું કેહવું છે કે અલગ અલગ ક્રાઈટ એરિયા હોય છે જેના ભાગ રૂપે પરમિટ આપવામાં આવે છે. જેમાં ઊંઘ નહીં આવવી, બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. નોંધનીય છે કે જે રીતે લોકો પરમિટ માટે વધુ અરજીઓ કરી રહ્યા છે તે રીતે આગામી સમય માં આંકડાઓ નવો રેકોર્ડ ઉભો કરશે.

Related Articles

Back to top button