દહેગામમાં જીલ્લા કોગ્રેસ સમિતિ આયોજીત જન અભિયાન કાર્યક્રમમાં હલ્લાબોલ સુત્રોચ્ચાર.
મોંઘવારી વિરૂધ્ધ હલ્લાબોલ વિરોધ પ્રદર્શન કર્યું.

દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ. .
દહેગામ એસ.ટી. સ્ટેન્ડ સામે આવેલ ડૉ. આંંબેડકર ચોક ખાતે ગાંધીનગર જિલ્લા કોગ્રેસ સમિતિ આયોજીત જન અધિકાર અભિયાન કાર્યક્રમ યોજયો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકાર વિરુદ્ધ મોંઘવારી વિરૂધ્ધ. ખેડૂતો વિરૂધ્ધ. મધ્યમવર્ગ અને ગરીબ શ્રમજીવી વિરૂધ્ધ. મહિલાઓ વિરૂધ્ધ. પેટ્રોલ – ડીઝલ. રાંધણગેસના આ સરકારના શાસન કાળમાં વારંવાર ભાવ વધારા સામે આ દેશની જનતા મુશ્કેલી સામનો કરી રહી હોવાથી ગાંધીનગર જિલ્લા કોગ્રેસ. તાલુકા કોંગ્રેસ. શહેર. જીલ્લા સેવાદળ. મહિલા કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં જીતેન્દ્રભાઇ બઢેલ એઆઈસીસી. સેક્રેટરી. પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર. પૂર્વ મંત્રી ચંદ્રીકાબેન ચુડાસમા. જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ સોનલ બા ચાવડા. જીલ્લા કોગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી. દહેગામ તાલુકા પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ. તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહણ. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ. જીલ્લા સેવાદળ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા અને દહેગામ નગરપાલિકાના કોગ્રેસ સદસ્ય માર્ગેશ સકસેના. સહિતના કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે દહેગામ પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા ૨૫૦. કોંગ્રેસીઓને અટકાયત કરી થોડા સમય બાદ મુક્ત કર્યા હતા.