गुजरात

બનાસકાંઠા : રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું કાલે લોકાર્પણ, 225 કરોડનો ખર્ચ 3.7 કિમી લંબાઈ, જાણો અન્ય વિશેષતાઓ

બનાસકાંઠા : બનાસકાંઠામાં ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ  તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને 225 કરડો રૂપિયાના ખર્ચે ડીસાના શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા ખાસ મહેનત કરીને નિર્માણ કરવામાં આવ્યો છે જેથી અકસ્માતો નિવારી શકાય. બ્રિજનું આવતીકાલે 7મી ઑગસ્ટના રોજ ઇ-લોકાર્પણ થશે.

આ બ્રિજની ખાસિય ઘણી છે જેમાં એક તેની લંબાઈ છે. કુલ 3.7 કિમી લાંબા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સીએમ વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે ઇ-લોકાર્પણ કરશે. આ બ્રિજ નેશનલ હાઇવે નંબર -27 પરથી પસાર પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.

અગાઉ ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવો બની ગઈ હતી. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને કલાકો ટ્રાફિકમાં ફસાઈ જવાનો વલારો આવતો હતો. ડીસા રાજ્યનું સૌથી મોટું બટેટાનું માર્કેટયાર્ડ છે. ઉપરાંત અનેક ખેત જણસનું બજાર છે જેથી મોટી સંખ્યામાં અહીંયા માલવાહક વાહનોની આવ-જા થતી રહેતી હોય છે.

Related Articles

Back to top button
preload imagepreload image