અરવલ્લીમાં ભણતરને ભ્રષ્ટાચારનું ગ્રહણ : ઉચ્ચતર મા.શિક્ષક્ને હાજર કરવા મંડળે અને હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ પટેલે ૫ લાખ માંગ્યાનો ઓડિયો વાયરલ થતા શીક્ષણ વિભાગમાં હડકંપ
Anil Makwana
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદ સાથે હવે એક પછી એક લાંચની માંગના ઓડીયોની મેઘ મહેર થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ બેરોજગારોને નોકરી નથી મળી તો બીજી બાજુ મહેનત કરી ટાટની પરીક્ષા પાસ કરી હાઈસ્કૂલમાં નોકરી પ્રાપ્ત થયા પછી મહીલા શિક્ષીકાને હાજર કરવા ટ્રસ્ટી મંડળે પાંચ લાખની માંગણી કરતા મહીલા શિક્ષીકા પ્રીતિબેન રીતસરની હિબકાઈ ગઈ હતી અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવાની માહીતી પ્રાપ્ત થઇ છે ત્યારે સ્કૂલના પ્રિન્સીપાલ હસમુખભાઈ પટેલ અને મહિલા શીક્ષક પ્રીતિબેન સાથે મંડળે કરેલ રૂપિયાની માંગણીની ઓડિયો કલીપ વાયરલ થતા જીલ્લા શિક્ષણાધીકારીએ મંડળને નોટિસ આપી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સાતરડા ગામમાં આવેલી ઉચ્ચતર માધ્યમીક શાળાના મંડળની જોહુકમી અને શીક્ષકને હાજર કરવા પાંચ લાખ રૂપિયા માંગ્યા પછી દોઢ લાખ આપવાનું મંડળે મહીલા શીક્ષક સાથે રક્ઝકના અંતે નક્કી થયા પછી મહીલા શિક્ષક પ્રીતિબેન અને હાઈસ્કૂલના પ્રિન્સીપાલ હસમુખભાઈ પટેલ વચ્ચે થયેલી ૧૫ મિનીટ્સના ઓડિયોએ ખળભળાટ મચાવ્યો છે
કથિત ઑડિયો એક વાઇરલ થયો છે, જેમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષિકા તરીકે ઉમેદવારની પસંદગી અરવલ્લી જિલ્લાની સાતરડા ગામ ની શાળામાં થઇ છે, જોકે આ શિક્ષિકાને મહેનત એળે જતી હોય તેવું વાઇરલ થયેલા ઑડિયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષિકાએ ટાટની પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે અરજી કરી હતી અને નું તેનું મેરિટમાં નામ આવતા અરવલ્લી જિલ્લાની સાતરડા હાઈસ્કૂલ માં પસંદગી થઇ હતી, જોકે શિક્ષિકા પાસે સંચાલકોએ પાંચ લાખ રૂપિયાની માંગ કરી હોવાનો ઑડિયોની વાતચીતમાં સ્પષ્ટ થયું છે. આખરે મામલો દોઢ લાખ આપવા માટે નવનિયુક્ત શિક્ષિકાને જણાવવામાં આવે છે, પણ શિક્ષિકાની વેદનાએ સમગ્ર અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે હચમચાવી દીધું છે. શિક્ષિકા કહે છે, કે, સાહેબ હું આટલા પૈસા ક્યાંથી લાવું, સરકારી નોકરી લેવા માટે પરિક્ષા પાસ કરી મેરિટમાં આવી તો પૈસા આપવા અશક્ય છે.
સરકાર ભરતી પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે અથાગ પ્રયાસો કરે છે પણ આવા ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ સરકારની પારદર્શી કામગીરી પર પાણી ફેરવી દેતા હોય તેવું લાગી રહ્યું છે. લાખો રૂપિયાનો પગાર મળતો હોવા છતાં ગરીબ ઉમેદવારોના પાસેથી થોડીક રકમ મેળવવા માટે આઘાપાછા થતાં હોય છે અને ભ્રષ્ટાચારની ખીણ ઊંડી થતી જાય છે. અરવલ્લી જિલ્લામાં વાઇરલ થયેલા ઑડિયોથી સમગ્ર પંથકમાં વ્યવહાર શબ્દને લાંચન લાગ્યું હોય તેવું. લાગી રહ્યું છે.
વાત આટલે જ નથી અટકતી, વાઇરલ થયેલા ઑડિયોમાં છેક ઉપર સુધી વ્યવહાર કરવો પડતો હોવાનું આડકતરી રીતે વાતચીત થઇ છે, જોકે આવા લાંચના વ્યવહારો કેચલે સુધી પહોંચે છે અને શિક્ષણ વિભાગમાં કોણ કોણ સંડોવાયેલું છે તે તપાસનો વિષય છે.
– જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રી બેન પટેલના જણાવ્યા અનુસાર
અરવલ્લી જીલ્લા શિક્ષણાધીકારી ગાયત્રીબેન પટેલે કથીત ઓડિયો અંગે જણાવ્યું હતું કે ઉચ્ચતર માઘ્યમિક શાળામાં મહીલા શિક્ષીકા પાસેથી મંડળે ૫ લાખ રૂપિયા માંગ્યા હોવાનો ઓડિયો અંગે અમને જાણકારી મળતા મંડળને નોટિસ આપી છે અને મંડળ કસુવાર ઠરશે તો હાઈસ્કૂલનો વહીવટ જીલ્લા શીક્ષણ વિભાગ હસ્તક કરવામાં આવશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું તેમજ આ ઓડિયો કલીપમાં વહીવટની વાત કરે છે તેને અમારી કચેરી સાથે કોઈ લેવા દેવા નથી કારણ આની ભરતી અને નિમણુક રાજ્ય સરકાર કરતી હોય છે