गुजरात

સમગ્ર રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગવાની વાત અફવા : CM વિજય રૂપાણી

રાજ્ય સરકારે વધતા કોરોનાવાયરસના કેસ અને તકેદારીના ભાગરૂપે આજે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી એટલે કે, 60 કલાક સુધી કરફ્યૂ રહેશે. શનીવાર અને રવિવારે સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે. જોકે, આવશ્યક સેવા ચાલુ રહેશે, અને દૂધ તથા દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ નિર્ણય આવતીકાલથી અમલમાં આવશે. સાથે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે.દરમિયાન સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાગે તેવી ચર્ચાઓએ જોર પકડતા આ મામલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરી અને સ્પષ્ટતા કરી છે.

વિજય રૂપાણીએ અંબાજી ખાતેથી પત્રકારોને જણાવ્યું કે ‘લોકો ડરનો માહોલ ન રાખે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા માત્ર અમદાવાદ શહેરમાં 60 કલાકનો કર્ફ્યૂ લગાડવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લગાડવાની વાત અફવા છે, લોકો કોરોના સામે સાવચેતી રાખે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર સાબુથી હાથ ધોવે. સરકારે તકેદારીના ભાગરૂપે વ્યવસ્થાઓ કરી છે. નાગરિકો અફવાથી દૂર રહે.’

Related Articles

Back to top button