गुजरात
સુરત: રક્ષાબંધનની ભેટમાં ભાઈએ બહેનને કિડની આપી અનેક બીમારીમાંથી આપ્યો છૂટકારો
સુરત: શહેરમાં રક્ષાબંધનના તહેવાર અગાઉ ભાઈએ તેની બહેનને કિડનીનું દાન કરીને અમૂલ્ય ભેટ આપી છે. મિશન હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે સુરતનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન લગભગ સાત કલાકમાં પૂર્ણ કર્યું હતું.
સુરતમાં રક્ષાબંધન અગાઉ જ ભાઈએ બહેનને એક એવી ભેટ આપી જેનાથી બહેનને નવી જીવન મળ્યું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રહેવાસી લતાબેન અરવિંદ મહ્યાવંશીની કિડનીની બીમારીમાં કિડનીની છેલ્લા ચાર વર્ષથી પીડાય રહી હતી. જેથી લતાબેન ડાયાલિસિસ પર જીવી રહી હતી. પોતાની બેનને કિડનીની બીમારીથી ભાઈ હિતેશ ઠાકર ચિંતિત હતો. અને દોઢ વર્ષથી લતાની હાલત અત્યંત નાજુક બનતા અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. પરિવારના સભ્યો તરફથી બેન લતાની દુર્દશા જોઇ શકાતી ન હતી. અંતે ભાઈ હિતેશે તેની એક કિડની તેની બહેન લતાને દાન કરવાનો નિર્ણય કર્યો.