દહેગામમાં મહિલાદિને કોંગ્રેસની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ, મહિલા સુરક્ષા અને મોંઘવારી મુદ્દે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો.
Anil Makwana
દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ.
દહેગામ શહેરમાં ટાઉન પોલીસ ચોકી પાસે આવેલ ભારતીય સંવિધાનના પ્રણેતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાના પટાંગણમાં દહેગામ શહેર. તાલુકા મહિલા કોગ્રેસ સમિતિની મહિલાઓને મહિલા દિન નિમિત્તે કેન્દ્રીય મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકારમાં મહિલાઓની સુરક્ષા રહી નથી. તેમજ ભાજપ સરકારમાં માથાતોડ મોંઘવારી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ. પૂર્વ મંત્રી ચંદ્રીકાબેન ચુડાસમા. જિલ્લા કોગ્રેસ મહિલા પ્રમુખ સંગીતા બા ચૌહાણ. મુદુલાબેન જોષી. સોનલ બા ચાવડા. પિન્કી બા ઝાલા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને જીલ્લા કોગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ. વિરેન્દ્રસિંહ ઝાલા સેવાદળના હોદ્દેદારો અને કાર્યકતાઓને વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે ૩૦૦. મહિલા હોદ્દેદારોની અટકાયત કરી થોડા સમય બાદ મુક્ત કર્યા હતા.