गुजरात

શંકાસ્પદ ચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી ભચાઉ પોલીસ

ભાચાઉ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ , ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે લુણવા ગામ તરફથી અતુલ શક્તિ છકડામાં બે ઈસમો ચોરીના શંકાસ્પદ સાઈન બોર્ડ ભરીને ચોપડવા ગામ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ચોપડવા એન.આર.ઈ કંપની સામે વોચમાં ઉભા રહી હકિકત વાળા વાહનને રોકાવી શંકાસ્પદ ચોરીના સાઈન બોર્ડ સાથે બે ઈસમોને પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ( ડી ) , ૧૦૨ મુજબ કજે કરી તપાસ દરમ્યાન ઉપરોક્ત મુદ્દામાલ ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઈ થી લુણવા તરફ જવાના નવા બનેલ રોડ ઉપરથી દિશા સુચક સાઈન બોર્ડ ચોરી કરેલાની કબુલાત આપતા બનાવવાની જગ્યાએ તપાસ કરી કરાવી રોડ કોન્ટ્રાકટર તેમજ માર્ગ અને મકાન વિભાગના સબંધિત અધિકારીઓને વિગતવારની જાણ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીઓ :
( ૧ ) ભાવેશ કિશનભાઈ વારૈયા ( દેવીપુજક ) ઉ.વ .૨૦ રહે . ચતુરભાઈના દુકાનની બાજુમાં ખોડીયારનગર ગાંધીધામ
( ૨ ) સુરેશ રાકેશ કુવરીયા ( દેવીપુજક ) ઉ.વ .૧૯ રહે . ચતુરભાઈના દુકાનની બાજુમાં ખોડીયારનગર ગાંધીધામ
કબજે કરેલ મુદ્દામાલ :
( ૧ ) અતુલ શક્તિ કંપનીનો માલવાહક છકડો રજી.નં. GJ – 01 – CU – 3891 કિ.રૂા .૪૦,૦૦૦ /
( ૨ ) રોડ ઉપરના દિશાસુચક સાઈન બોર્ડ નંગ -૧૦ કિ.રૂ .૩૫૦૦૦ / કુલ્લે કિ.રૂ. ૭૫,૦૦૦ //

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી.એલ.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન સાથે રહી કરવામાં આવેલ હતી .

Related Articles

Back to top button