જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સ્ટેશન
અંજાર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેસો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે અંજાર મધ્યે આવેલ ખેતરપાળ મંદિર પાસે ગલીમા ખુલ્લામાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપીયાની હાર – જીતનો જુગાર રમી રમાડે છે જેથી સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઓ :
( ૧ ) અસ્લમ ઇબ્રાહીમ બાયડ ઉ.વ .૨૪ રહે.મ્યુનિસીપલ કોલોની અંજાર
( ૨ ) વિશાલ બાબુભાઇ આહીર ઉ.વ .૩૨ રહે.રામેશ્વર નગર મ નં ૫૫/૫૬ અંજાર
( ૩ ) અનવર ઇબ્રાહીમ ખલીફા ઉ.વ .૨૯ રહે.ગાયત્રી ચાર રસ્તા ખલીફા સોસાયટી પાછળ અંજાર
( ૪ ) શાહબાન લતીફ મુવર ઉ.વ .૨૩ રહે.યાદવ નગર અંજાર
( ૫ ) ખલીફા આસીફ ફકીર મોહમદ ઉ.વ .૨૪ રહે.એકતાનગર શેરી નં ૧૭ મ નં ૦૬ અંજાર
( ૬ ) સાગર રમેશભાઇ પ્રજાપતી ઉ.વ .૨૭ રહે ખેતરપાળ મ નં ૨૩ અંજાર
( ૭ ) ઇમરાન ફકીર મોહમદ ખલીફા ઉ.વ .૩૧ રહે.એકતાનગર શેરી નં ૧૭ મ નં ૦૬ અંજાર
( ૮ ) મોહમદ હજીજ મોહમદ સલીમ રાયમા ઉ.વ .૨૫ રહે.એકતા નગર અંજાર
કબજે કરેલ મુદામાલ કુલ્લ રોકડા રૂપીયા .૧૦,૪૫૦ /
એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧૦,૪૫૦ / –
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .