गुजरात

અમદાવાદ: મહિલાઓએ ચાલાકીથી કઇ રીતે સોનાની બુટ્ટીઓ ભરેલો ડબ્બો ચોર્યો, જોઇલો CCTV ફૂટેજ

અમદાવાદ: જવેલર્સમાં જઈને દાગીના જોવાના બહાને માલિકની નજર ચૂકવી દાગીનાની ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ન્યુ મણિનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં એક જવેલર્સમાં બે મહિલાઓ સોનાની બુટ્ટી જોવાના બહાને જાય છે અને માલિકની નજર ચૂકવી પોણા સાત તોલાની બુટ્ટીઓ ભરેલો ડબ્બો બારોબાર ઉઠાંતરી કરી પલાયન થઈ જાય છે. જોકે, આ આખી ઘટના દુકાનના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જાય છે.

ન્યુ મણિનગરમાં શ્રી અંબિકા જવેલર્સ નામનો જવેલર્સ ધરાવતા મિત સોનીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 31મી જુલાઇએ સાંજે તેમના પિતાનો તેમના પર ફોન આવ્યો હતો કે, સોનાની બુટ્ટી ભરેલો ડબ્બો મળતો નથી. જેથી ફરિયાદી મિત તાત્કાલિક તેમના શો રૂમ પર પહોંચ્યા હતા અને સીસીટીવી કેમેરાના ફૂટેજ તપસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું હતું કે, સવારે 10.30 વાગ્યાની આસપાસ જ્યારે તેમના પિતા શો રૂમ પર હજાર હતા તે દરમિયાન બે મહિલાઓ દાગીના ખરીદવાના બહાને આવી હતી. થોડી જ વારમાં અન્ય બે મહિલાઓ પણ આવી હતી. પ્રથમ આવેલી બે મહિલાઓએ બુટ્ટી માંગતા ફરિયાદીના પિતાએ પોણા સાત તોલા વજનની બુટ્ટી ભરેલો ડબ્બો લાવીને અલગ અલગ ડીઝાઇનની બુટ્ટીઓ બતાવી ડબ્બો સાઇડમાં મૂક્યો હતો. આ દરમિયાન બીજી બે મહિલાઓને અન્ય દાગીના બતાવવા જતા પ્રથમ આવેલી મહિલાએ બુટ્ટીઓ ભરેલો ડબ્બો ઉઠાવીને રૂપિયા 1200ની સોનાની ચૂની ખરીદીને પલાયન થઈ ગયા હતા.

Related Articles

Back to top button