गुजरात

રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિરજ કુમાર ચૌહાણ અને ગુજરાત હાઇકોર્ટ ના એડવોકેટ પ્રશાંત ચાવડાની માનવતાલક્ષી કામગીરી

Anil Makwana

ગુજરાત

આજથી આશરે પાંચ વર્ષ પહેલાં ગુજરાત દરિયા ખેડુ તરીકે માછીમારી કરતાં ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લાના અંદાજિત 300 કેટલા માછીમારો પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનની જેલ હવાલે કરેલ છે આ માછીમારોના પરિવારની પરિસ્થિતિ અંત્યંત દયનીય ઊભી થયેલ છે. ત્યારે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીરજ કુમાર ચૌહાણ તેમજ રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાત હાઇકોર્ટ ના એડવોકેટ માનનીય પ્રશાંતભાઈ ચાવડા તેમજ મંચ ની સંપૂર્ણ ટીમ આવા પરિવારજનોને વાહરે આવેલ છે . કોઈ પણ પ્રકારની ફી લીધા વગર અને પોતાની નિષ્ઠા પૂર્વક કામ કરવા માટે શરૂઆત કરી દીધેલ છે અને વહેલી તકે પાકિસ્તાનની જેલ માથી આ માછીમારોને છોડાવી અને પોતાના પરિવાજનો સાથે વહેલી તકે મિલન થાય એવા પ્રયત્નો કરેલ છે. ગુજરાત ગવરમેન્ટ તેમજ સેન્ટ્રલ ગવરમેન્ટ ને પત્ર વ્યવહાર કરેલ છે રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજકુમાર ચૌહાણ તેમજ માનનીય ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ પ્રશાંતભાઈ ચાવડા સર્વ સમાજ માટે પોતાની નિષ્ઠા પૂર્વક કામગીરી કરતા આવ્યા છે જેમનું ફળ પણ પરિમાણ લક્ષી મળેલ છે સર્વ સમાજના લોકોને અને હાલ ગુજરાતમાં માછીમારોને છોડાવવા માટે નિસ્વાર્થ ભાવથી પોતે અને પોતાની ટીમ ને કામ કરાવી રહિયા છે . કોઈપણ લોભ લાલચ વગર સર્વ સમાજના હિત માં માનનીય નીરજ કુમાર ચૌહાણ તેમજ માનનીય પ્રશાંતભાઇ ચાવડા કાર્ય કરી રહિયા છે તે બદલ બને યુવા નેતાઓ ને ખુબ ખુબ અભિનંદન સર્વ સમાજ તરફથી આપવામાં આવે છે

Related Articles

Back to top button