गुजरात

સુરત : કરન્ટ લાગતા થયું મોત, પરિવારને તબીબો પર વિશ્વાસ ન આવ્યો, દીકરાને ઝોળીમાં લઈ દોડ્યો

સુરત : સુરતના અડાજણમાં  ખાતે ગતરોજ સાંજે એક યુવાનને ઇલેકટ્રીક કરંટ લાગતા મોત થયું હતું. જોકે યુવાનને સિવિલ ખસેડતા તબીબે મૃત જાહેર કરતા પરિવાર યુવાનો મૃતદેહ લઇને જતા રહેતા પોલીસ દોડતી થઇ હતી સિવિલના ડોકટર પર ભરોસો થયો નહી. સંબધીના સભ્યો તે જીવતો હોવાનું સમજીને તેને ખભે ઉંચકીને દોડતા દોડતા લઇ ગયા હતા. આખરે ખાનગી હોસ્પિટલના તબીબો એ યુવાને મુત જાહેર કરી પીએમ માટે સિવિલ ખાતે તેનો મૃતદેહ ખસેડ્યો હતો

સુરતમાં દરોજ અને તેમ પણ સિવિલ અજીબો ગરીબ કિસ્સા જોવા મળતા હોય છે અહીંયા આવતા લોકો મુત્યુ પામે છે ત્યારે પરિવાર પોતાના સ્વજન જીવતા હોય તેવું સમજીને કેટલીકવાર મરનારનો મૃતદેહ લઇને ત્યાં થી જતા રહે છે ને પછી તંત્ર સાથે પોલીસ દોડતી થાય છે. સુરત ના ચોકબજારના ફુલવાડી પાસે રહેતો 20 વર્ષીય સિંકદર ઉર્ફ સદામ શા ગતરોજ સાંજે અડાજણના હર્ની પાર્ક રોડ પર એપાર્ટમેન્ટમાં એક ફેલટમાં વોશીંગમશીન રિંપેરીંગ કરતો હતો ત્યારે તેને ઇલેકટ્રીક કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો.

તેથી તેને તાકીદે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવ્યા હતા.ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.અનેે નવી સિવિલના લાશ મુકવાના ચોપડામાં તેના નામ વગેરેની એન્ટ્રી પાડવામાં આવી હતી. જોકે તેના પરિવારને સિવિલના ડોકટરે મૃતજાહેર કર્યો. જોકે યુવાનનું પીએમ કરવાની વાત તબીબો પરિવાર ને સમજાવે તે પહેલા પરિવાર તો યુવાનનું મોત થયું તે ખોટી વાત છે તેમ સમજી ને યુવાન જીવતો છે. એમ કહીને તેના સંબધી સદામને પોતાના ખભે ઉચકીને ટ્રોમા સેન્ટરમાંથી સિવિલના મેઇન ગેટ પાસે લઇ ગયા હતા.

Related Articles

Back to top button