રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ( એ ) દ્વારા ભૂતપૂર્વ કોર્પોરેટર સ્વ.શ્રી માનસિંગભાઈ વાઘેલા નામનું તોડી નાંખેલ તે બોર્ડ ફરીથી બનાવવા રજૂઆત કરાઈ
અમદાવાદ
રિપોર્ટર. હરેશભાઇ પરમાર
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ( એ ) દ્વારા ભૂતપૂર્વ કોર્પોરેટર સ્વ.શ્રી માનસિંગભાઈ વાઘેલા નામનું તોડી નાંખેલ છે તે બોર્ડ ફરીથી બનાવવા રજૂઆત કરાઈ
કુબેરનગર વિસ્તારમાં રેલ્વે ક્રોસિંગથી છારાનગર રોડ પર પ્રવેશ કરતા બી – વોર્ડ થી કેવલ કચોરી સુધીના માર્ગને ભુતપૂર્વ મ્યુની . કોર્પોરેટર સ્વ.શ્રી માનસિંગભાઈ વાઘેલા એવુ નામકરણ અમદાવાદ મ્યુની.કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ જે બોર્ડ કોઈ અસામાજીક તત્વ દ્વારા તોડી નાંખેલ છે . જેથી આ માર્ગની આસપાસ રહેતા દલિત સમાજના લોકો પોતાની સમાજના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર નું અપમાન સમાન માની રહ્યા છે . જેથી સમગ્ર સમાજ પોતાને અપમાનીત થયા હોવાનું માની રોશ વ્યક્ત કરેલ છે . આ બાબતે મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા . આર.પી.આઈ. ( એ ) વતી લેખિત પત્ર દ્વારા માંગણી કરાઈ અને ઉપરોક્ત નામનું બોર્ડ તાત્કાલીક ફરીથી લગાડવામાં આવે . જો ટુંક સમયમાં આ માંગણી નહી સંતોષાય તો આર.પી.આઈ. ( એ ) આ મુદ્દા પર જન આંદોલન કરશે તેવી રજૂઆત કરાઈ