गुजरात

મહેસાણા: મોબાઇલ ફાટતા કિશોરીનું મોત, ફોનને ચાર્જિંગમાં રાખી કરતી હતી વાત

મહેસાણા: મોબાઈલ ફોન આજકાલ જરૂરિયાત બની ગઈ છે. એક સમય હતો કે માતાપિતા નાના બાળકોને મોબાઇલ આપતા ન હતા, પરંતુ હવે અભ્યાસ સહિતની પ્રવૃત્તિએ મોબાઇલ પર જ થતી હોવાથી બાળકોને મોબાઇલ આપ્યે છૂટકો નથી. મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ખિસ્સામાં મોબાઇલ ફાટ્યો હોય તેવા બનાવો પણ બનતા રહે છે. મહેસાણામાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને ફોન પર વાતો કરતી વખતે બ્લાસ્ટ થતાં એક કિશોરીનું મોત થયાનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

મોબાઇલમાં ધડાકો થયો

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામ ખાતે બુધવારે આ બનાવ બન્યો હતો. જેમાં એક કિશોરી મોબાઇલ ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. આ દરમિયાન મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત (Teenager died after blast in mobile) નીપજ્યું હતું. સવારે બનેલા આ બનાવથી કિશોરીને પરિવાર હેબતાઈ ગયો હતો. પરિવાર જ નહીં પરંતુ આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Related Articles

Back to top button