અમદાવાદ: ગણેશોત્સવમાં POPની મૂર્તિની મંજૂરીની કરી માંગ, કહ્યું ‘અત્યારનું વાતાવરણ માટીની મૂર્તિને અનુકુળ નથી’

અમદાવાદ: કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે, પંડાલમાં ચાર ફૂટ ઊંચી જ મૂર્તિ બેસાડી શકાશે ત્યારે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરામાં બાવરી સમાજના લોકો વર્ષોથી મૂર્તિ બનાવી રહ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ચાલુ વર્ષે મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું નથી. સરકારના નિર્ણય આવતા મૂર્તિ બનાવવાની શરૂઆત કરશે.
બાવરી સમાજના પ્રમુખ મોહનભાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, સરકારે 4 ફૂટ ઊંચી મૂર્તિ માટેની મંજૂરી આપી છે. જોકે વર્ષથી પીઓપીની મૂર્તિ બનાવીએ છીએ. મૂર્તિ બનાવવાની શરૂઆત જાન્યુઆરીથી કરીએ છીએ પરંતુ કોરોના કારણે મૂર્તિ બનાવવાની શરૂઆત કરી નથી.પરંતુ સરકારના નિર્ણય બાદ મૂર્તિ બનાવવાની શરૂઆત કરીશું. સરકાર પીઓપીની મૂર્તિ બનાવવા માટે મંજૂરી આપે તેવી કારીગરોની માંગ છે.