गुजरात

ગુજરાત ATSને મળી મોટી સફળતા: 175 કરોડનાં હેરોઇનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો

ગાંધીનગર: કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇન કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ સાહિદ દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આમાં આ પહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આરોપી કચ્છનો રહેવાસી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હીથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપીનું મુખ્ય કામ હતું કે, પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવું. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે.

આરોપીએ આખો લૂક બદલી નાંખ્યો હતો

જેથી ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો અને ઝડપાયો ત્યારે પોલીસને પોતે સાહિદ નથી તેની અનેક સમજાવટ પણ કરી હતી. પરંતુ અંતે તેણે પોતાની કસ્ટડી ગુજરાત એટીએસને આપી દીધી હતી.

Related Articles

Back to top button