નખત્રાણા પ્રાંત કચેરી ખાતે નખત્રાણા/લખપત તાલુકા માં પવનચક્કી અને વીજલાઇન ની કામગીરી સાથે સંકળાયેલ વિવિધ કંપનીઓ સાથે તાકીદ ની બેઠક યોજવામાં આવી.
Anil Makwana

નખત્રાણા
રીપોર્ટર – કમલેશ નાકરાણી
નખત્રાણા પ્રાત કચેરી મધ્યે પ્રાંત અધિકારી ડો મેહુલ કુમાર બરાસરાના અધ્યક્ષતા સ્થાને વિવિધ કંપનીઓ જેમા લખપત .નખત્રાણા તા મા આવેલી વિવિધ વીજ લાઈન ની કંપનીઓ તેમજ પવન ચકીઓ ના જવાબદારો સાથે તાકીદ ની બેઠક યોજવા મા આવેલ
આ બેઠક મા પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે .ખાનગી માલિકીની જમીન માં વીજલાઇન નાખવા માટે જમીન માલિકો ની સહમતી મેળવી ને જ કામગીરી કરવા કડક તાકીદ કરવામાં આવી. જમીન માલિકો દ્વારા વિરોધના કિસ્સામાં તંત્ર પાસે થી કાયદેસરની મંજુરી મેળવ્યા બાદ જ ખાનગી માલિકીની જમીન માં કામગીરી કરવા તાકીદ કરવામાં આવે.
સરકારી પડતર અને ગૌચર જમીન પર કામગીરી કરવાના કિસ્સામાં સરકાર શ્રી માં ભરવા પાત્ર રકમ ભરવાની જરૂરી અરજી પ્રક્રિયા કરી ને જ કામગીરી કરવા સૂચના આપવામાં આવી.
કામગીરી વખતે વૃક્ષો કાપવાના કિસ્સામાં જરૂરી પૂર્વ પરવાનગી મેળવી ને જ કાર્યવાહી કરવા તેમજ વન્ય સૃષ્ટિ ને અને ખાનગી માલિકીની જમીન માં લઘુતમ નુકશાન થાય તે રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી.
કોઈ પણ સંજોગોમાં કંપની દ્વારા કાયદો હાથ માં ન લેવાય અને ખેડૂતો ને નિયમોનુસાર નું વળતર સમય મર્યાદામાં ચૂકવાઈ જાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું.
સક્ષમ અધિકારી ની કામગીરી માટે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ જ કંપની ને પોલીસ પ્રોટક્શન આપવામાં આવે તે માટે પોલીસ વિભાગ ને જાણ કરવા જણાવવામાં આવ્યું.
ખેડૂતો સાથે સંકલન માં રહી ને ખેડૂતલક્ષી અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી
આઇનોક્ષ કંપની દ્વારા લખપત તાલુકામાં સરકારી પડતર જમીન પર વગર પરવાનગી એ ૨૨૦ કે.વી. લાઈન નો વીજ ટાવર ઊભા કરાયેલા હોય, લાઈન બંધ કરવા મામલતદાર શ્રી લખપત ને સૂચના આપવામાં આવી હતી
આ બેઠક માં અદાણી, સુઝલોન, વિવિયાના, સીન્ટેક કબીની, આલ્ફાનાર અને અન્ય કંપનીઓ ના પ્રતિનિધિઓ તથા નખત્રાણા અને લખપત તાલુકા મામલતદાર કચેરી ના સર્કલ ઓફીસર અને પ્રાંત કચેરી ના બી.એન.કંદોઈ તથા આર.જે.બુકોલિયા વગેરે હાજર રહ્યા હતા