સુરતનાં કાજલ ત્રિવેદી નોકરી છોડીને છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓને બનાવે છે ‘આત્મનિર્ભર’, જાણો તેમની પ્રેરણાત્મક સફર

સુરત: સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી 50 હજાર કરતા વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડ અને 1 લાખ હજાર જેટલા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. કાજલબેન પોતાના ઉમદા કાર્ય થકી આત્મનિર્ભર કરવાની કામગિરી કરીને સમાજને એક અલગ રાહ આપી છે.
દેશના વડાપ્રધાન ને આત્મનિર્ભર વાત કરે છે ત્યારે તેમની પ્રેરણાથી કેટલાક લોકો આત્મનિર્ભર થઇને પોતે સમાજમાં રહેલા લોકોનો આત્મનિર્ભર કરવા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે. ત્યારે આમાંની એક મહિલા છે કાજલ ત્રિવેદી જે ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ કરી રહ્યાં છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ તો કરી રહ્યા છે સાથે સાથે મહિલાઓને આત્મનિર્ભર ભારત હેઠળ ગ્રુમિંગ કરવું, ટ્રેનિંગ આપવી, કંપની સાથે જોડવામાં તેમને મદદ કરવી એ રીતે કાર્યરત છે.