વાંસદાના સરા ગામે PHC સેન્ટરના સ્ટાફની ભારતીય જનતા પાર્ટી વાંસદા યુવા મોર્ચા દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરી બિરદાવી
Anil Makwana

વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
આજ રોજ સરા ગામે PHC સેન્ટર પર ભારતીય જનતા પાર્ટી વાંસદા યુવા મોર્ચા દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું વાંસદા યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈએ સરા ગામના PHC સ્ટાફ દ્વારા કોરોના કાળમાં લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી એના વિષે વિસ્તૃત ચર્ચા કરી, ત્યારબાદ નવસારી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શીવેન્દ્રસિંહ સોલંકીએ સ્ટાફ મિત્રોની કામગીરીને બિરદાવી અને PHC સેન્ટરમાં ઘટતી સુવિધાઓ સ્ટાફ દ્વારા જણાવતા, એની ઉપલા કક્ષાએ રજુઆત કરી ઘટતી સુવિધા પૂરી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ વાંસદા યુવા મોરચાના મંત્રી મનીષ ભાઈ દ્વારા સન્માન પત્ર આપી તમામ સ્ટાફ મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યુ .કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા મોરચા મંત્રી પ્રશાંતભાઈ, વાંસદા યુવા મોર્ચાના મહામંત્રી કમલભાઈ સોંલકી , યુવા મોર્ચા ના ઉપ પ્રમુખ કિરણભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ તથા મંત્રીશ્રીઓ યોગેશભાઈ બિરારી, મીનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..