અમદાવાદઃ નારોલમાં ગબ્બરે મૂર્તિકાર પાસે માંગી ખંડણી, ના આપી તો કર્યું ફાયરિંગ
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક એમ વીસ દિવસમાં હત્યાના આઠ બનાવો બન્યા હતા. બાદમાં વસ્ત્રાપુરમાં કરોડોની લૂંટનો પ્રયાસ અને હવે નારોલમાં ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આજે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
23 તારીખે મળી ધમકીને લઈને મૂર્તિકારએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી એ ખંડણી માટે ધમકી આપનાર વ્યક્તિનું નામ પૂછયા તે ગબ્બર બોલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મૂર્તિકારને હતું કે કોઈ મજાક મસ્તી કરી રહ્યું છે.