गुजरात
કચ્છ: બોટ પલટી જતાં આર્મીના છ જવાન પાણીમાં પડ્યાં, BSFની ત્વરિત કાર્યવાહીથી તમામનો જીવ બચ્યો
અમદાવાદ: કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન સોમવારે કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનો એ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બવાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. સરહદ પર સતત એલર્ટ પર રહેતા BSFના જવાનોને આ દુર્ઘટના અંગે તરત જ ખબર પડી ગઈ હતી. જે બાદમાં તેઓ સ્પીડ બોટથી મદદ માટે દોડી ગયા હતા અને તમામ જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ જવાનોને બચાવીને લક્કી નાલા કિનારે લઈ જવાયા હતા. અહીંથી એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડાયા હતા. સેનાના જવાનોનો જીવ બચાવવા માટે BSFની ટૂકડીએ કરેલી ત્વરિત કાર્યવાહીને પગલે તેમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી છે.