दुनिया

ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે પુતિનને કર્યો ફોન, યુદ્ધ ખતમ થવાની આશા વધી | donald trump call to putin before zelensky meeting US



Image Source: IANS

Trump Putin Talks: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા થઈ છે. આ માહિતી તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર આપી છે. જણાવી દઈએ કે, ઝેલેન્સ્કી અને ટ્રમ્પની મુલાકાત ફ્લોરિડાના માર-એ-લાગોમાં થશે, જ્યાં ટ્રમ્પ હાલ રજાઓ માણી રહ્યા છે. પત્રકારોને પણ આમંત્રણ અપાયું છે એટલે દુનિયાની નજર આ બેઠક પર ટકેલી છે.

પુતિન સાથે શાનદાર વાતચીત થઈ: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, ‘મેં આજે બપોરે 1 વાગ્યે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પોતાની બેઠક પહેલા રશિયાના પ્રમુખ પુતિન સાથે ફોન પર એક ખુબ જ સારી અને શાનદાર વાત થઈ. આ બેઠક માર-એ-લાગો (ટ્રમ્પના આવાસ)ના મુખ્ય ડાઇનિંગમાં થશે. પત્રકારોને આમંત્રિત કરાયા છે. આ મામલે ધ્યાન આપવા માટે આભાર.’

ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘વાતચીતમાં સુરક્ષા અને આર્થિક કરારોની સાથે ક્ષેત્રીય મુદ્દાઓ પણ ઉઠાવાશે. ખાસ કરીને ડાનબાસને લઈને જેના પર મોસ્કો અને કીવ આમને-સામને છે.’

આ પણ વાંચો: શાંતિથી નહીં માનો તો બળપ્રયોગ કરીશું: ટ્રમ્પ-ઝેલેન્સ્કીની બેઠક પહેલા પુતિનનું અલ્ટિમેટમ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 4 વર્ષ થવાના છે. આ વચ્ચે બંને પક્ષો તરફથી શાંતિના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધને જલ્દીથી ખતમ કરવાના પ્રેશર અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની પીછેહઠ ન કરવાની ચેતવણી વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી થોડા પ્રેશરમાં દેખાયા છે. તેની અસર એ થઈ છે કે ઝેલેન્સ્કી હવે રવિવારે ટ્રમ્પની સાથે ફરી એકવાર યુદ્ધ રોકવા માટે શાંતિ કરારના પ્રસ્તાવ સાથે ચર્ચા કરશે.

રશિયા-યુક્રેન યુદ્ધની હાલની સ્થિતિ?

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાની મધ્યસ્થતા સાથે શાંતિ વાર્તા ચાલી રહી છે. ત્યારે બીજી તરફ જમીન સ્તરે ભયંકર યુદ્ધ પણ ચાલી રહ્યું છે. રશિયા ગત દિવસોમાં યુક્રેનના મુખ્ય શહેરો અને સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે.

રશિયાએ હુમલા વધાર્યા

બેઠક પહેલા રશિયાએ હુમલાઓ વધારી દીધા છે. પૂર્વ શહેર સ્લોવિયાંસ્કમાં ગાઇડેડ એરિયલ બોમ્બથી ખાનગી ઘરોને નિશાન બનાવાયા. જેમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ ઘાયલ થયા. આ અગાઉ કીવ પર બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. જેમાં 1નું મોત અને અનેક ઘાયલ થયા છે. આ જણાવે છે કે વ્યૂહનીતિ વચ્ચે મેદાનનું પ્રેશર ઓછું નથી થયું.

આ પણ વાંચો: ઈઝરાયલના એક નિર્ણય સાથે દુનિયા બે ભાગમાં વહેંચાઈ! જાણો સોમાલીલેન્ડનો શું છે વિવાદ?



Source link

Related Articles

Back to top button