ગઢડા AAP ના કાર્યકારોની ટીમ પહોંચી રળીયાણા ગામે સ્કૂલની દિવાલ બનાવવાના કામમાં ભ્રસ્ટાચારનો આક્ષેપ કરતા ગઢડા AAP ના પ્રમુખ
બરવાળા બાદ ગઢડામાં પણ ભ્રસ્ટાચાર?

ગઢડા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
ગઢડા તાલુકાના રળીયાણા ગામે બાળકોના ભવિષ્યનું જ્યાં ઘડતર થાય છે તેવી સ્કૂલમાં દિવાલ બનાવવાનું કામ ચાલે છે ત્યાં ગઢડા આમ આદમી પાર્ટીને માહિતી મળતા તેમની ટીમ ત્યાં પહોંચી હતી. આથી ત્યાં કામ કરતા લોકો ત્યાંથી પલાયન કરી ગયા હતા. તે દરમિયાન આપના પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી ચકાસણી કરતા પાયામાં માત્ર ધૂળ અને ટાંચ નાખી હોય કોઈ પણ પ્રકારના લોખંડનો ઉપયોગ ન કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ સાવ નીચાભાવના દરની કાચી ઈટોનો ઉપયોગ કરાયો હોય જેને હાથમાં લેતા જ ધૂળ થઇ જાય છે એ વીડિયોમાં સ્પષ્ટ નજરે પડે છે આથી ગઢડા આમ આદમી પાર્ટીની ટીમે સ્પષ્ટ ભ્રસ્ટાચારના આક્ષેપો તંત્ર અને કોન્ટ્રાકટરની કામગીરીઓ પર કર્યા છે. શું ભ્રસ્તાચારે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે હવે બાળકોનું ઘડતર કરતુ એવુ વિદ્યામંદિરને પણ લેભાગુ તત્વોએ બક્ષયું નથી? આવા સવાલો જનસામાન્યમાં ઉઠવા પામ્યા છે.
આ ભ્રષ્ટાચારી ને ઉજાગર કરવા તેના મૂળ સુધી પહોંચશે અમારી લાઈવ ટીવી ટુડે ન્યુઝ ની ટીમ અને તમામ આધારો સાથે જવાબદાર ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડશે અમારી ન્યુઝ ની ટીમ.